તાજેતરમાં રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા બેકરી અને રેસ્ટોરન્ટમાં દરોડા કાર્યવાહી હાથ ધરી ત્યાંથી મળેલા કુલ ૫૧ કિલો અખાધ અને વાસી જથ્થાનો નાશ કરી બન્નેને નોટિસ ફટકારવામાં આવી હતી.
વિશેષમાં મહાપાલિકાની ફડ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર એ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હડકો પોલીસ ચોકી સામે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ અંબા ભવાની બેકરીની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેન્યૂફેકચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ ન દર્શાવેલી હોય તેવા વાસી અખાધ પાઉં ૧૫ કિલો તથા વાસી અખાધ લીલી ચટણી ૧૮ કિલો મળીને કુલ ૩૩ કિલો જથ્થો મળી આવતા તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ અપાઇ હતી.
તેમણે ઉમેયુ હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પટેલ ચોક, ૮૦ ફટ રોડ, શ્રીજી હાઇટસ પાસે, મવડી રાજકોટ મુકામે આવેલ ઓમ રેસ્ટોરેન્ટની તપાસ કરતા પેઢીના સ્થળ ઉપર સંગ્રહ કરેલ અખાધ મસાલા, પ્રિપેર્ડ ફડ તથા એકસપાયરી ડેટ વીતેલ બેકરી પ્રોડકટસ વગેરે નો કુલ મળી ૧૮ કિલો જથ્થો મળી આવતા તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
યારે શહેરના ચુનારાવાડ ચોક તરફના વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૧૮ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૨ને ફડ લાઇસન્સ બાબતે નોટિસ અપાઇ હતી તેમજ વિવિધ ખાધચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં (૧) ખોડિયાર દાળ પકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)બાલાજી ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ચામુંડા દાળપકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)ચામુંડા ફરસાણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૫)માટેલ દાળ પકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૬) રાજ એજન્સીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૭)શિવ આઇસ્ક્રીમને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૮) જોકર આઇસ્ક્રીમને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૯) સાગર કોલ્ડિ્રંકસને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦) જય માતાજી છોલે ભટુરેને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧) મિસ્ટર શેફ ચાઇનીઝ પંજાબીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨) રામનાથ પ્રોવિઝન સ્ટોરને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના અપાઇ હતી તથા (૧૩) ખોડિયાર ભજીયા (૧૪) પ્રતીક બેકરી (૧૫) જય ખોડિયાર મસાલા ભંડાર (૧૬) ક્રિષ્ના દાળ પકવાન એન્ડ ઘૂઘરા (૧૭) મહાદેવ ડેરી ફાર્મ (૧૮)ગજાનદં ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી
પનીર અને રબડી ઘેવરના સેમ્પલ લેવાયા
(1) પનીર (લૂઝ)નું સેમ્પલ સ્થળ-ધ ઓમ રેસ્ટોરેન્ટ એન્ડ પાર્ટી લોન્જ, પટેલ ચોક, શ્રીજી હાઇટ્સ પાસે, મારુતિ ડેકોર પાસે, અંબિકા ટાઉનશીપ, 80 ફૂટ રિંગ રોડ, મવડી, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું. (2) રબડી ધેવર મીઠાઇ- લુઝનું સેમ્પલ સ્થળ- રાજસ્થાની જોધપુર સ્વીટ એન્ડ નમકીન, ડી-માર્ટ સામે, કુવાડવા રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું. આ બન્ને સેમ્પલ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
હોટેલ-રેસ્ટોરન્ટ-કેન્ટીન સંચાલકોને ઉકાળેલું પાણી જ વપરાશમાં લેવા માટે તાકિદ કરાઇ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા રોગચાળાની પરિસ્થિતીને ધ્યાને લઈ હોટેલ, રેસ્ટોરેન્ટ, સંસ્થાની કેન્ટીન, ઇટરીઝ તથા હોકર્સ દ્વારા ઉત્પાદન કરી અને વેચાણ થતી ખાદ્યચીજો જેવી કે ચટણી, સબ્જી, દાળ જેવા પ્રિપેર્ડ ફૂડમાં વપરાશમાં લેવામાં આવતા પાણીને ઉકાળીને જ ખાદ્યચીજની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે તેની તાકીદ દરેક ફૂડ બિઝનેશ ઓપરેટરોને તાકિદ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech