સ્ટેટ GST વિભાગના અમદાવાદમાં દરોડા, ત્રણ બનાવટી પેઢી ઉભી કરી 1400 કરોડના બિલ બનાવનારની ધરપકડ

  • March 11, 2023 05:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

અમદાવાદમાં સ્ટેટ GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બનાવટી પેઢી ઉભી કરી 1400 કરોડના બિલ બનાવનાર રાકેશ ચોક્સીની ધરપકડ કરવામાં આવી. આ સાથે 41 કરોડની ખોટી વેરા શાખ પણ મેળવી લેવામાં આવી છે. તેમજ મેટ્રો કોર્ટે 17 માર્ચ સુધી કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની મંજૂરી પણ આપી દિધી છે.


પ્રાથમિક માહિતી પ્રમાણે અમદાવાદમાં સ્ટેટ GST વિભાગનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સ્ટેટ જીએસટી વિભાગે રાકેશ ચોક્સીની ધરપકડ કરી છે. વાંધાજનક હિસાબી સાહિત્ય, ડિજીટલ ડિવાઈસિઝ સિક્યોરીટી કેબિનેટમા છૂપાવી હતી. મેટ્રોપોલિટન કોર્ટે 17 માર્ચ સુધી કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની મંજૂરી આપી છે.


આ પહેલા પણ થોડા દિવસ અગાઉ સુરતની 75 પેઢીઓના 112 સ્થળોએ GST વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. GST વિભાગની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં 2768 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. કરોડો રૂપિયાના બોગસ બિલ બનાવીને રૂપિયા 83 કરોડથી વધારેની ITC પાસ ઓન કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ કંપનીઓના GSTમાં નોંધાયેલા 48 બોગસ બેંક ખાતા મળી આવ્યા હતાં. 75માંથી 61 પેઢીઓ બોગસ હોવાનું ખુલ્યું હતું.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application