એક અહેવાલ મુજબ, ફિલ્મે ચોથા દિવસે 21.50 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે. ફિલ્મે પહેલા દિવસે ૧૯.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે એટલે કે શુક્રવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. ત્રીજા દિવસે, ફિલ્મની કમાણીમાં થોડા ટકાનો ઉછાળો જોવા મળ્યો. 'રેડ 2' એ ત્રીજા દિવસે 18 કરોડ રૂપિયાની કમાણી કરી. આ રીતે, ફિલ્મની કુલ કમાણી 70.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ટ્રેડ નિષ્ણાતો માને છે કે આ ફિલ્મ આગામી સપ્તાહના અંત પહેલા બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે.
'જાટ' અને 'કેસરી 2' કોઈ અસર નહી
સની દેઓલની ફિલ્મ 'જાટ' અને અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2' હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. જોકે, આ ફિલ્મો અજય દેવગન અને રિતેશ દેશમુખ સ્ટારર 'રેડ 2' ની કમાણી પર કોઈ અસર કરી રહી નથી. 'રેડ 2'માં અજય દેવગન એક ઇન્કમ ટેક્સ ઓફિસરની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 2018માં રિલીઝ થયેલી 'રેડ' ની સિક્વલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરટીઇમાં પ્રથમ રાઉન્ડના અંતે 13484 બેઠક ખાલી: હવે બીજા રાઉન્ડની તૈયારી
May 12, 2025 10:27 AMઆજથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ: તાપમાન ત્રણ થી પાંચ ડિગ્રી વધશે
May 12, 2025 10:26 AMકેનેડામાં બેરોજગારીનું સંકટ ઘેરું બન્યું
May 12, 2025 10:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech