રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 7મીએ ઝાલોદથી કરશે ગુજરાતમાં પ્રવેશ: ચાર દિવસમાં 400 કિમીનો પ્રવાસ

  • March 05, 2024 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લ ાના ઝાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કરશે, આ યાત્રા ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં 400થી વધુ કિલો મીટરનો પ્રવાસ કરી, મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે.
ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઈ ધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રામ બારડોલી સહિતના સ્થળોની મુલાકાત લેશે, યાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગ, 70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન કરાયું છે.

આ યાત્રા બીજા દિવસે શુક્રવારે દાહોદ બસ સ્ટેશનથી શરૂ થશે, જે પીપલોદ, ગોધરા જશે, ત્રીજા દિવસે પંચમહાલના કાલોલથી યાત્રા શરૂ થશે, પાવાગઢ દર્શન, જાંબુઘોડા, અલીપુરા બોડેલી સર્કલ, નસવાડી, કેવડિયા, નેત્રંગ ભરૂચ સહિતના વિસ્તારો આવરી લેવાશે, 10મી માર્ચના ચોથા દિવસે માંડવી, સુરતથી યાત્રા શરૂ થશે, જે બારડોલી, તાપીના વ્યારા, સોનગઢ સહિતના વિસ્તારોને આવરી લેશે. દેશના લાખો યુવાનો બેરોજગારીના સંકટથી ઘેરાયેલા છે, પીએડી અને માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં અરજી કરી રહ્યા છે, સતત વધી રહેલી મોંઘવારી, શિક્ષણનું ખાનગીકરણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતાં ગરીબોને ન્યાય મળે તે સહિતના મુદ્દાઓ ભારત જોડો ન્યાય યાત્રામાં ઉઠાવવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News