હો મેં નિકલા ગડ્ડી લેકે..... રાહુલ ગાંધીએ અંબાલામાં ટ્રકની સવારી કરી,

  • May 23, 2023 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હો મેં નિકલા ગડ્ડી લેકે..... રાહુલ ગાંધીએ અંબાલામાં ટ્રકની સવારી કરી,


બેંગલુરુમાં ડિલિવરી બૉય સાથે સવારી કર્યા પછી હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં હરિયાણાના અંબાલામાં ટ્રકની સવારી કરતા જોવા મળ્યા હતા. ટ્રકની સવારી કરતા રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓ જાણવા માટે માત્ર રાહુલ ગાંધી જ તેમની વચ્ચે પહોંચી શકે છે અને તેમની સાથે વાત કરી શકે છે.રાહુલ ગાંધી દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેમણે અંબાલાથી ચંડીગઢ સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી. કોંગ્રેસના તમામ નેતાઓએ આ વીડિયો શેર કરીને રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે, તેમની મુલાકાતમાં તેમણે ડ્રાઇવરોના પ્રશ્નો અને સમસ્યાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application