64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે તેને લઇને ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થયા છે. રાહુલ ગાંધી 7-8 માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા AICC અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે AICC સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઇને રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થઈ ગયા છે. તેની શરૂઆત 7,8 માર્ચ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના બે દિવસીય ગુજરાત પ્રવાસથી શરૂ થશે. રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વ અને સૂચક માનવામાં આવી રહી છે.
કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે
રાહુલ ગાંધી પોતાની મુલાકાત દરમિયાન પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે. આ સાથે પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા સાથે મિટિંગ કરશે. તથા સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે પણ મિટિંગ કરશે. અને ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલાં સ્થળોના નિરીક્ષણ માટે જશે
કે.સી. વેણુગોપાલ અમદાવાદ પહોંચતા મોટી સંખ્યામાં કાર્યકરો એરપોર્ટ પર તેમને આવકારવા પહોચ્યા હતા. 8-9 એપ્રિલ યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટે તેઓ અમદાવાદ આવ્યા છે. આજે અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલ સ્થળનાં નિરીક્ષણ માટે જશે. ત્યારે કે.સી. વેણુગોપાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી હતી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ
ગુજરાત પહોંચેલા કે સી વેણુગોપાલે જણાવ્યું છે કે રાષ્ટ્રીય અધિવેશનની સ્થળ પસંદગી માટે ગુજરાત આવ્યો છું. અમે અને ગુજરાત ગાંધીજી-સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech