રાહુલ ગાંધી મોડી રાત્રે દિલ્હી એઈમ્સ પહોંચ્યા, જાણો ફૂટપાથ પર સૂતા દર્દીઓ સાથે શું વાત કરી?

  • January 17, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી ગઈકાલે રાત્રે અચાનક દિલ્હીના એઈમ્સ પહોંચ્યા. એમ્સની મુલાકાત દરમિયાન, તેઓ સારવારની રાહ જોઈ રહેલા દર્દીઓને મળ્યા. તેમણે દર્દીઓ સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી.


એક દર્દી ગોવિંદ લાલે કહ્યું કે તેઓએ મને અહીં મારા રોકાણ વિશે પૂછ્યું. મારી દીકરીઓની સારવાર વિશે પણ પૂછ્યું. બીજા દર્દી પવન કુમારે કહ્યું કે રાહુલે મારો ફોન નંબર માંગ્યો અને કહ્યું કે તેમની ટીમ મારો સંપર્ક કરશે અને શક્ય તેટલી મદદ કરશે. તેમણે કહ્યું, મારી દીકરી ૧૩ વર્ષની છે અને તેને બ્લડ કેન્સર છે. અમે ૩ ડિસેમ્બરે અહીં આવ્યા હતા અને ત્યારથી તેને યોગ્ય સારવાર મળી નથી.


આ દરમિયાન, છોકરીની માતા આશા દેવીએ કહ્યું કે રાહુલ ગાંધીએ મારી દીકરીની સારવાર માટે રોકડ સહાય આપવાનું વચન આપ્યું છે.


કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરી કહ્યું કે સારવાર માટે મહિનાઓ સુધી રાહ જોવી, સરકારની અસુવિધા અને અસંવેદનશીલતા બતાવે છે. આ આજે દિલ્હી એઇમ્સની વાસ્તવિકતા છે. પરિસ્થિતિ એવી છે કે જે લોકો દૂર દૂરથી પોતાના પ્રિયજનોની બીમારીનો બોજ લઈને આવ્યા છે તેઓ આ ઠંડીમાં ફૂટપાથ અને રસ્તાઓ પર સૂવા માટે મજબૂર છે.

રાહુલે આ વિશે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ પોસ્ટ કરી કહ્યું કે આજે હું એઈમ્સ ગયો અને ત્યાં હાજર દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યો. દૂર દૂરથી આવેલા આ લોકોને સાંભળનાર કોઈ નથી, કેટલાક ફૂટપાથ પર બેઠા છે તો કેટલાક આ ઠંડીમાં રસ્તા પર સૂવા માટે મજબૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application