હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આજે હરિયાણાના તમામ 22 જિલ્લાઓની 90 વિધાનસભા બેઠકો અને જમ્મુ-કાશ્મીરના તમામ 20 જિલ્લાઓની 90 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને વિદેશમાં છે. રાહુલ ગાંધી આજે સાંજ સુધીમાં પરત ફરશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. પ્રિયંકા ગાંધીને પરત ફરતા હજુ થોડા દિવસો લાગશે. રાહુલ ગાંધી આજે પરત ફરશે કે નહીં તે અંગે સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. હાલના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ હરિયાણામાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. આ વખતે ભાજપ હરિયાણામાં હેટ્રિકથી દુર થઇ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને જીત મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ્ના નેતા કવિન્દર ગુપ્તાએ કહ્યું હતું કે, ભાજપે જમ્મુ અને કાશ્મીરના લોકોને વિકાસના માર્ગે આગળ ધપાવ્યો છે, તેમને પથ્થરબાજીથી મુક્ત કયર્િ છે. અલગતાવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને વંશવાદથી મુક્ત કયર્િ છે, તેથી અમે જે રીતે બુલેટથી બેલેટ તરફ, આતંકવાદથી પર્યટન તરફ આગળ વધ્યા છે, લોકોએ ભાજપ્ને મત આપ્યો છે અને તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. એક્ઝિટ પોલ અંગે તેમણે કહ્યું કે, એક્ઝિટ પોલના ડેટા અને અમારા ડેટામાં ફરક છે. અમે લોકોની વચ્ચે રહ્યા છીએ. અમે લોકોનો અભિપ્રાય જાણીએ છીએ. પરિણામ ભાજપ્ની તરફેણમાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech