ભારતીય ટીમે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા તેના કોચિંગ હેઠળ 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની સાથે ખતમ થઈ ગયો હતો, પરંતુ અચાનક રાહુલ દ્રવિડ મળવા પહોચ્યા ત્યારે તેણે બધાને ચોંકાવી દીધા છે.
રાહુલ દ્રવિડ અચાનક ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળવા પહોંચી જાય છે. ત્યારબાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઋષભ પંત લાંબા સમય સુધી રાહુલ દ્રવિડ સાથે વાત કરે છે. વીડિયો જોયા બાદ ચાહકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા કે શું રાહુલ દ્રવિડ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે? તો આવું બિલકુલ નથી. હાલમાં ટીમ ઈન્ડિયામાં દ્રવિડની વાપસીને લઈને કોઈ પણ પ્રકારના સમાચાર નથી.
ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં
ભારતીય ટીમ આ દિવસોમાં બેંગલુરુમાં હાજર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ટેસ્ટ માટે ચાલી રહેલી પ્રેક્ટિસ દરમિયાન દ્રવિડ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યો હતો. આ મીટિંગ પછી દ્રવિડને તેના કોચિંગના દિવસો યાદ આવ્યા હશે.
ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 16 થી 20 ઓક્ટોબર દરમિયાન બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બંને ટીમ બીજી ટેસ્ટ માટે પૂણે પહોંચશે, જ્યાં 24 થી 28 ઓક્ટોબર વચ્ચે મેચ રમાશે. ત્યારબાદ શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ 01 થી 05 નવેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ સૌર ઉર્જાથી જગમગશે, અમિત શાહે કહ્યું- દિલ્હીથી દૂર પરંતુ હૃદયની નજીક
January 03, 2025 11:23 PMચીનમાં ફેલાતા નવા વાયરસથી ગભરાવાની નથી જરૂર, ભારતીય તબીબોએ આપી માહિતી
January 03, 2025 11:22 PMઅલ્લુ અર્જુનને સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન
January 03, 2025 11:20 PMબાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતાપિતા પાસેથી લેવી પડશે પરવાનગી, ટૂંક સમયમાં આવશે નિયમો
January 03, 2025 11:17 PMમુકેશ અંબાણી અને અને અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
January 03, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech