કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા પંચાયતના પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીએ જામનગરમાં નવા નાગના- જુના નાગના વચ્ચે બ્રિજ રીપેરીંગ કરાવવું, વિભાપરથી નાગના ગામ વચ્ચે સી.સી. રોડ બનાવવો, ખારવા- બીજલકા- ઈટાળા રોડનું રિકાર્પેટિંગ કામ કરાવવું, રાવલસર ગામે જૂની ગ્રામ પંચાયત બિલ્ડીંગ પાડવાનું કામ, આધારકાર્ડ અને માં કાર્ડ માટેના કેમ્પ યોજવા, વિવિધ તાલુકા પંચાયતોમાં મંજુર થયેલા પીવાના પાણીનું બોરનું કામ શરુ કરાવવું, નાની બાણુંગરથી સ્ટેટ હાઈવે સુધી સાઈડીંગ કામ પૂર્ણ કરાવવું, નાના થાવરીયાથી મોડપર સુધી ડામર રસ્તો કરાવવો, ધુડસીયા ગામે નવું આયુર્વેદિક દવાખાનું બનાવવું, મોરાણાથી ભીમકટા સુધી રોડ રીપેરીંગ કરાવવું, સુમરી- ધુતારપર- કાલાવડ હાઇવે સુધી રોડ રીપેરીંગ કરાવવું, જામનગર જિલ્લાના વિવિધ જર્જરિત તળાવોનું રીપેરીંગ કરાવવું, ધુતારપર ગામે મોટો ચેકડેમ રિપેર કરાવવો, શાપરથી આમરા સુધી રસ્તાનું રીપેરીંગ કરાવવું, લોઠીયા ગામે જંગલ કટિંગ કરાવવું, ઢીંચડા ગામે પુલિયું બનાવવું, હાપા માર્કેટિંગ યાર્ડથી સમરસ હોસ્ટેલથી ખીમરાણા અને શેખપાટ સુધી પુલિયાના કામ આગળ ધરવા વિશે વિસ્તૃત રીતે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. તેમજ કેબિનેટ મંત્રીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક બાકી કાર્યો પૂર્ણ કરવા માટે ખાસ સૂચના આપી હતી.
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર બી.કે.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, જામનગર જિલ્લા પંચાયત અને કલેકટર ઓફિસના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech