ગ્રહ શાંતિની પૂજામાં રાધિકાની સાદગીએ જીતી લીધા લોકોના દિલ

  • July 08, 2024 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને લોકોની વચ્ચે જબદસ્ત માહોલ બનેલો છે. સોશિયલ મીડિયા પર અંબાણી કપલના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અંબાણી પરિવારની નાની વહૂ રાધિકા મર્ચન્ટના ગ્રહ શાંતિ પૂજાના ફોટો અને વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાની બહેન અંજલી મર્ચન્ટ અને માતા શૈલા વીરેન મર્ચન્ટની સાથે જોવા મળી રહી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સંધ્યા બાદ ગ્રહ શાંતિ પૂજાના ફોટો અને વીડિયો ચર્ચામાં છે. 7 જુલાઈએ શૈલા મર્ચન્ટ અને વીરેન મર્ચન્ટે પોતાની દિકરી રાધિકા માટે ઘરમાં ગ્રહ શાંતિની પૂજા કરી. આ ખાસ અવસર પર અનંત અંબાણીની દુલ્હનને સાઉથ ઈન્ડિયન સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ફરી એક વખત રાધિકાએ પોતાની સાદગીથી લોકોનું ધ્યાન પોતાની તરફ કર્યું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સાથે જોડાયેલા ફંક્શનની શરૂઆત થઈ ચુકી છે. 12 જુલાઈએ અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાવાના છે. તેના પહેલા મર્ચન્ટ પરિવારમાં ગ્રહ શાંતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં રાધિકાએ વ્હાઈટ અને ગોલ્ડન કલરની સાઉથ ઈન્ડિયાન સાડી પહેરી હતી. તેણે પોતાના લુકને મિનિમલ મેકઅપ અને ગોલ્ડની જ્વેલરીથી કમ્પલીટ કર્યો હતો. ત્યાં જ રાધિકા મર્ચન્ટ નાકમાં મહારાષ્ટ્રિયન નથ અને લાલ ચાંદલામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application