ભારતની અગ્રણી ટેકનોલોજી કંપની ઝોહોના સહ–સ્થાપક રાધા વેમ્બુએ આ વર્ષે કમાલ કરી છે. હત્પન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪માં, તેણીને દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા તરીકે બતાવવામાં આવી છે. રાધા વેમ્બુની કુલ સંપત્તિ ૪૭,૫૦૦ કરોડ પિયા હોવાનો અંદાજ છે. નાયકાની ફાલ્ગુની નાયર આ યાદીમાં બીજા સ્થાને છે, જેની સંપત્તિ ૩૨,૨૦૦ કરોડ પિયા આંકવામાં આવી છે. એરીસ્તા નેટવકર્સના જયશ્રી ઉલ્લાલ . ૩૨,૧૦૦ કરોડની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે.
આ યાદીમાં તે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમણે પોતાના દમ પર સંપત્તિ બનાવી છે. તેને આ સંપત્તિ વારસામાં મળી નથી. ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બુની બહેન રાધા વેમ્બુને લાઇમલાઇટમાં આવવું પસદં નથી. રાધા વેમ્બુ ઝોહોના સૌથી વધુ શેર ધરાવે છે. ફોબ્ર્સની યાદી અનુસાર ભારતના સૌથી અમીરોની યાદીમાં શ્રીધર વેમ્બુ ૫૫મા નંબરે છે. રાધા વેમ્બુને ભારતની સૌથી સફળ મહિલા બિઝનેસમેન માનવામાં આવે છે. આ યાદીમાં જુહી ચાવલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની કુલ સંપત્તિ ૪૬૦૦ કરોડ પિયા આંકવામાં
આવી છે.
લેન્સકાર્ટની કો–ફાઉન્ડર નેહા બંસલને પણ હત્પન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. તેમની સાથે, બાયોકોનના સ્થાપક અને એકિઝકયુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શોને બાયોટેકનોલોજી અને ફાર્મા ઉધોગમાં તેમના યોગદાન માટે સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય કન્લુઅન્ટના કો–ફાઉન્ડર નેહા નારખેડે અને પરિવાર અને પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા કે નૂયીને પણ સ્થાન મળ્યું છે
આ છે દેશની ટોપ ૧૦ સેલ્ફ–મેડ અબજોપતિ મહિલાઓ
રાધા વેમ્બુરૂા.૪૭૫૦૦ કરોડ (ઝોહો)
ફાલ્ગુની નાયરરૂા.૩૨૨૦૦ કરોડ (નાયકા)
જયશ્રી ઉલ્લાલરૂા.૩૨૧૦૦ કરોડ (એરિસ્ટા નેટવકર્સ)
કિરણ મઝુમદાર શોરૂા.૨૯૦૦૦ કરોડ (બાયોકોન)
નેહા નારખેડેરૂા.૪૯૦૦ કરોડ (કોન્લએન્ટ)
જુહી ચાવલારૂા.૪૬૦૦ કરોડ (નાઈટ રાઈડર્સ સ્પોટર્સ)
ઇન્દિરા કે નૂયીરૂા.૩૯૦૦ કરોડ (પેપ્સિકો)
નેહા બંસલરૂા.૩૧૦૦ કરોડ (લેન્સકાર્ટ)
દેવીતા રાજકુમાર સરાફરૂા.૩૦૦૦ કરોડ (યુવી ટેકનોલોજીસ)
કવિતા સુબ્રમણ્યમરૂા.૨૭૦૦ કરોડ (અપસ્ટોકસ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅક્ષય ઈચ્છતો હતો કે રવિના લગ્ન કરીને ઘરે રહે
February 24, 2025 12:06 PMસાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' અંગે કંગનાની નામ લીધા વગર ટીકા
February 24, 2025 12:05 PMઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech