ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના સત્તાવાર એલાનના ત્રણ કલાક પછી જ જમ્મુ-કાશ્મીર અને પંજાબના અનેક વિસ્તારોમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા. ધમાકાના અવાજો સંભળાયા. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ તોડ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભારતીય સેનાને પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયાના બીજા દિવસે એટલે કે રવિવારે ભારતની ત્રણેય સેનાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે ઓપરેશન સિંદૂરની માહિતી મીડિયાને આપી.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું કે, "આપ સૌને ખબર છે કે પહેલગામ આતંકી હુમલામાં કેટલી ક્રૂરતાથી 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર આતંકવાદીઓ અને આતંકવાદના ષડયંત્રકારોને મારવા અને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘મહા રક્ત સંજીવની યજ્ઞ’માં કલેક્ટર, કમિશ્નર સહિત નાગરિકોએ કર્યુ રક્તદાન
May 12, 2025 04:01 PMવલ્લભીપુરમાંથી વિદેશી દા અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે બે ઝડપાયા
May 12, 2025 04:00 PMત્યજી દેવાયલ બાળક ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપાયું
May 12, 2025 03:59 PMકમોસમી વરસાદનો કહેર : કેરી અને કેળાના પાકને નુકસાન
May 12, 2025 03:59 PMભાવનગર પોલીસનું દરિયાઈ વિસ્તારમાં ચેકીંગ
May 12, 2025 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech