રાજકોટ જિલ્લા સહકારી સંઘની ૧૭ બેઠકની ચૂંટણી માટે નિયત સમય મર્યાદામાં ૨૨ ફોર્મ ભરાયા હતા. તારીખ ૪ થી ૮ દરમિયાન ફોર્મ પાછા ખેંચવાના હતા. આ સમયગાળામાં ૧૬ બેઠક પર અન્ય ઉમેદવારોએ ભરેલા ફોર્મ પાછા ખેંચાઈ ગયા છે અને બિનહરીફ જાહેર કરવાની ઓપચારિકતા સાંજે ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત ઓફિસર કે.જી.ચૌધરી દ્રારા હાથ ધરવામાં આવશે તેમ જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને સહકારી ક્ષેત્રના દિગગજ નેતા જયેશભાઈ રાદડિયાએ યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે જ તમામ બેઠકો બિનહરીફ થશે તેવી વાત કરી હતી તેની આ વાત મુજબ જિલ્લા સઘ સાથે સંયોજીત થયેલ દરેક તાલુકા મંડળીઓની તાલુકાદીઠ એક પ્રતિનિધિની ૧૫ બેઠકમાંથી ૧૪ બેઠક આજે બપોરના ૨:૦૦ વાગ્યા સુધીમાં બિનહરીફ જાહેર થઈ છે. રાજકોટ તાલુકાની બેઠક પર રાદડિયા જૂથના મનસુખભાઈ બસુભાઈ સખારવા ઉપરાંત નાથાભાઈ તેજાભાઈ ટોળીયા અને એન.ડી.શીલુ મેદાનમાં છે. આ બંને ઉમેદવારોને સમજાવવા માટે ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે.
આજે બપોર સુધીમાં સ્પષ્ટ્ર થયેલી સ્થિતિ મુજબ જસદણની બેઠક પર ગંગદાસભાઈ કાકડીયા વિછીયામાં તલસીભાઇ રાઠોડ મોરબીમાં મગનભાઈ વડાવીયા માળિયામાં પ્રાણજીવનભાઈ કાવર વાંકાનેરમાં હત્પસેનભાઇ શેરસીયા ટંકારામાં મનસુખભાઈ ભાડજા કોટડા સાંગાણીમાં લાભુભાઈ કુવાડીયા ઉપલેટામાં ધર્મેન્દ્રભાઈ મુરાણી જામકંડોરણામાં જયંતીભાઈ પાનસુરીયા ધોરાજીમાં જમનાદાસ બાલધા જેતપુરમાં દિનેશભાઈ ભુવા પડધરીમાં હેમતસિંહ તખુભા ગોંડલમાં પ્રવીણભાઈ રૈયાણી અને લોધિકામાં તલસીભાઈ ગમઢા બિનહરિફ ચુંટાયા છે.
જિલ્લા લેવલની સંસ્થાના પ્રતિનિધિઓની બે બેઠકમાં અરવિંદભાઈ તાળા અને અરવિંદભાઈ તાગડિયા પણ બિનહરીફ ચૂટાયા છે.
રાજકોટ તાલુકાની એક બેઠકની ચૂંટણીમાં ત્રણ ફોર્મ ભરાયા છે અને જો સમાધાન શકય નહીં થાય તો આગામી તારીખ ૨૦ ના રોજ ચૂંટણી યોજવામાં આવશે. દક્ષિણ ઝોન મામલતદાર કચેરીએ સવારે ૯:૦૦ થી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી મતદાન અને ત્યારબાદ તુરત જ મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech