રાજકોટ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્રારા જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે રાત્રીના સંયુકત ડ્રાઈવ હાથ ધરી હતી અને વાહનમાં મોડીફાઇ કરેલી એલઇડી લાઈટ લગાવી નીકળતા ૨૧ વાહન ચાલકોને ૩૧૦૦૦ના દંડના મેમો આપવામાં આવ્યા હતા.
વાહનમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી દ્રારા સેન્ટ્રલ મોટર વ્હીકલ એકટ ૧૨૬ મુજબ વેરીફાઈ કરવામાં આવેલી વાઈટ હેડ લાઈટ ફિટ કરવામાં આવે છે પરંતુ મોટાભાગના વાહન ચાલકો આ વ્હાઇટ લાઈટ બદલી અને હાઇવોટ સાથેની એલઇડી લાઈટ ફિટિંગ કરાવી રોડ પર ધોળો દિવસ હોઈ એવો પ્રકાશ ફેંકે છે. જેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાતાં અકસ્માતનો ભય સતત રહે છે. આવી ગેરકાયદેસર રીતે મોડીફાઇ કરી ફિટ કરવામાં આવતી વ્હાઇટ લાઈટ તેમજ વધારાની એલઇડી લાઈટ લાગવી નીકળતા વાહન ચાલકો અને વેચાણ કરતાઓ સામે આજકાલ દ્રારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે બાદ આરટીઓ દ્રારા અનેક વખત ડ્રાઈવ યોજી ગેરકાયદેસર રીતે વ્હાઇટ લાઈટ સાથે નીકળતા વાહન ચાલકોને દડં ફાટકરાવામાં આવ્યો હતો. પરંતુ ટ્રાફિક પોલીસને જાણે રસ જ ન હોઈ એ રીતેની ઠોસ કામગીરી જોવા મળી નથી
ગઈકાલે આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટર સહિતની ટિમ અને ટ્રાફિક પોલીસની સંયુકત રીતેની ઘંટેશ્વર નજીક સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર રીતે મોડીફાઇ કરેલી વ્હાઇટ એલઇડી લાઈટ સાથે નીકળેલા ૨૧ વાહન ચાલકોને રોકી દડં ફટકારવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech