RSS-VHP પ્રતિનિધિમંડળે અમિત શાહ સાથે કરી મુલાકાત, બાંગ્લાદેશ પર મેમોરેન્ડમ કર્યું સુપરત

  • September 05, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




RSS-VHP પ્રતિનિધિમંડળ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના મુદ્દા પર એક મેમોરેન્ડમ સુપરત કર્યું. મેમોરેન્ડમમાં RSS-VHP ડેલિગેશને કહ્યું હતું કે, 'બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ સમગ્ર વિશ્વ હિંદુઓ તેમજ અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસા અને ધાર્મિક સ્થળોના અતિક્રમણથી ચિંતિત છે.'




પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'મહિલાઓ દુર્વ્યવહાર, હત્યા અને ધમકીઓના કારણે હિજરત કરવા મજબૂર થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને માનવાધિકાર સંગઠનો પણ તેમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઘટનાઓથી સમગ્ર સંત સમાજ ચિંતિત છે.



મેમોરેન્ડમમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, દિલ્હી સંત મહામંડળ કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં હિંદુઓની સલામતી અને સ્થળાંતર રોકવા અને તેમને તમામ પ્રકારની માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરવા વિનંતી કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News