RCB vs MI IPL 2023: કોહલી-ડુ પ્લેસિસની ધમાકેદાર ઈનિંગ, RCBની 8 વિકેટથી જીત

  • April 02, 2023 11:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

RCBએ IPL 2023 ની તેમની શરૂઆતની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ RCBને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 22 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. RCBની જીતના હીરો વિરાટ કોહલી અને કેપ્ટન ડુ પ્લેસિસ હતા. બંને ખેલાડીઓએ મળીને 148 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2023 માં તેના અભિયાનની વિજયી શરૂઆત કરી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે (2 એપ્રિલ) રમાયેલી મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું. RCBની જીતના હીરો વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હતા. બંને ખેલાડીઓએ મળીને 172 રનના ટાર્ગેટને વામણું સાબિત કર્યું હતું. વિરાટ કોહલીએ 49 બોલમાં અણનમ 82 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.


વિરાટ કોહલીની આઈપીએલ કારકિર્દીની આ 45મી અડધી સદી હતી. ફાફ ડુ પ્લેસિસની વાત કરીએ તો તેણે 43 બોલમાં 73 રનની ઈનિંગ રમી જેમાં છ છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા. આરસીબીએ 22 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.


લક્ષ્યનો પીછો કરતા કોહલી અને ડુ પ્લેસિસે શરૂઆતમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી હતી અને પ્રથમ ઓવરમાં માત્ર 5 રન જ બન્યા હતા. બીજી ઓવરમાં કોહલીએ ચોગ્ગો ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. ત્યાર બાદ ઈનિંગની ત્રીજી ઓવરમાં ફાફ ડુ પ્લેસિસે ઈમ્પેક્ટ પ્લેયર જેસન બેહરેનડોર્ફને સ્મેશ કરતાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application