દેશમાં મોંઘવારી દરના આંકડાઓને લઈને સરકાર અને આરબીઆઈ વચ્ચે વારંવાર મંથન અને ચર્ચા થતી રહે છે. તાજેતરમાં જાહેર મંચમાં મોંઘવારી અને વ્યાજદર અંગે સરકાર અને આરબીઆઈના અલગ–અલગ મંતવ્યો હતા. એક સમિટમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને આરબીઆઈ ગવર્નર શકિતકાંત દાસ બંને હાજર હતા. યારે બંનેએ દેશમાં વ્યાજ દરો અંગે પોતપોતાનું સ્ટેન્ડ રજૂ કયુ હતું.
સમિટમાં કેન્દ્રીય વાણિય અને વેપાર મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે દેશની કેન્દ્રીય બેંક એટલે કે આરબીઆઈએ ચોક્કસપણે વ્યાજ દરમાં ઘટાડો કરવો જોઈએ જો કે તેમણે એમ પણ કહ્યું કે આ તેમનો અંગત અભિપ્રાય છે. પીયૂષ ગોયલે કહ્યું કે ડિસેમ્બર સુધીમાં મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળશે અને સામાન્ય લોકોને ઘટેલા ભાવનો લાભ મળવા લાગશે. તેમના મતે તેઓ ખાધપદાર્થેાના ફુગાવાના વધારાને વ્યાજદરમાં ઘટાડો કરવા માટેનું કારણ યોગ્ય સિદ્ધાંત માનતા નથી.
આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે કેન્દ્રીય મંત્રીના નિવેદન પર કહ્યું, આગામી નાણાકીય નીતિ ડિસેમ્બરના પ્રથમ સાહમાં આવવાની છે અને તે સમય માટે હત્પં મારા મંતવ્યો અને ટિપ્પણીઓ સાચવીશ. આભાર.
અગાઉ, ગ્લોબલ સમિટમાં મુખ્ય નોંધ સંબોધનમાં, આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ઓકટોબરની છેલ્લી ક્રેડિટ પોલિસીમાં, ભારતીય રિઝર્વ બેંકે કોઈપણ ફેરફાર કર્યા વિના વ્યાજ દરો ૬.૫ ટકા પર સ્થિર રાખ્યા હતા, જો કે, તેની સાથે, આરબીઆઈએ તેનું વલણ બદલીને 'ન્યુટ્રલ' કયુ જે પહેલા 'વિથડ્રોલ ઓફ એકોમોડેશન' હતું. જો કે અમેરિકામાં બદલાતી વ્યાજ દરની સ્થિતિને જોતા એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે ડિસેમ્બરમાં યોજાનારી ની બેઠકમાં રિઝર્વ બેન્ક વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય કરે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech