RBIએ રેપો રેટ યથાવત રાખ્યા લોન નહિ થાય મોંઘી

  • April 06, 2023 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. છૂટક ફુગાવો 6 ટકાથી ઉપર રહ્યો છે. આવી સ્થિતિમાં, તમામ નિષ્ણાંતો રેપો રેટમાં 25 બેસિસના વધારાની અપેક્ષા રાખતા હતા. RBIએ કહ્યું કે,”મોંઘવારી ઘટાડવાનો પડકાર છે. જ્યાં સુધી ફુગાવો ઓછો નહીં થાય ત્યાં સુધી તેની સામે કેન્દ્રીય બેંકની લડાઈ ચાલુ રહેશે.”


RBI દ્વારા રેપો રેટમાં વધારો ન કરવાથી લાખો ઘર ખરીદનારાઓને ફાયદો થયો છે. EMI વધુ વધશે નહીં. આ સાથે નવા મકાનો ખરીદવાની તૈયારી કરી રહેલા લોકોને પણ રાહત મળી છે. તેમના પર EMIનો બોજ વધશે નહીં. રિયલ એસ્ટેટ સેક્ટરને તેનો સીધો ફાયદો મળશે. આ કારણે રિયલ એસ્ટેટમાં તેજી ચાલુ રહેશે. આનાથી ભારતીય અર્થતંત્ર અને રિયલ એસ્ટેટ સંબંધિત તમામ ક્ષેત્રોને ફાયદો થશે.



RBIના આ પગલાથી ઘર ખરીદનારાઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે અને માંગમાં વધારો થશે. આનાથી ખરીદદારોનો આત્મવિશ્વાસ વધશે. ભૂતકાળમાં રેપો રેટમાં વધારાને કારણે હોમ લોનના વ્યાજ દરો પહેલેથી જ 9.5 ટકા છે. અન્ય વધારાથી હોમ લોનના વ્યાજ દરો બે આંકડામાં આવી ગયા હોત.આજનું પગલું સામાન્ય લોકોમાં સકારાત્મક સંકેત મોકલશે અને સેન્ટિમેન્ટમાં સુધારો કરશે. આ સકારાત્મક નિર્ણયની અસર રિયલ એસ્ટેટ સહિત અન્ય ક્ષેત્રો પર પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application