ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ યથાવત રાખ્યો હતો. દેશમાં વધતા જતા ફુગાવાને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેન્કે તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ ૬.૫ ટકા પર યથાવત રાખ્યો હતો. આ સતત ૯મી વખત છે યારે મોનિટરી પોલિસી કમિટી, એમપીસીની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં બદલાયો હતો. છેલ્લા ૨૫ વર્ષમાં આ બીજી વખત છે યારે કેન્દ્રીય બેન્કે રેપો રેટને આટલા લાંબા સમય સુધી યથાવત રાખ્યો છે.
મોનિટરી પોલિસી કમિટીની બેઠક ૬ થી ૮ ઓગસ્ટ વચ્ચે યોજાઈ હતી. બેઠકના છેલ્લા દિવસે ૬ સભ્યોની સમિતિએ ૪–૨ની બહત્પમતી સાથે રેપો રેટમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે સેન્ટ્રલ બેન્કે એમ પણ કહ્યું છે કે તે મોનિટરી પોલિસીને લઈને પોતાનું વલણ નરમ રાખશે.
જે લોકો લોન સસ્તી થવાની અને ઈએમઆઈ બોજ ઘટાડવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ ફરી એકવાર નિરાશ થયા છે. રિઝર્વ બેન્કે રેકોર્ડ ૯મી બેઠકમાં પણ રેપો રેટમાં ઘટાડો કર્યેા નથી. રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે ગુવારે કહ્યું કે આરબીઆઇની મોનિટરી પોલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.
આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે કહ્યું કે ફુગાવો હજુ પણ કેન્દ્રીય બેન્ક માટે સૌથી મોટી ચિંતા છે. આ કારણે જ મોનિટરી પોલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટને ૬.૫ ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવા માટે વધુ રાહ જોવાની તરફેણમાં છે. આરબીઆઈની ઓગસ્ટ એમપીસી બેઠક ૬ ઓગસ્ટના રોજ શ થઈ હતી અને આજે પૂરી થઈ હતી. જે બાદ આરબીઆઈ ગવર્નરે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે એમપીસીના ૬માંથી ૪ સભ્યો રેપો રેટને સ્થિર રાખવાના પક્ષમાં હતા. એમપીસીની આગામી બેઠક ઓકટોબર મહિનામાં યોજાશે.
આરબીઆઈનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને હાનો બોજ હળવો થવાની આશા રાખતા હતા. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યેા હતો. એટલે કે દોઢ વર્ષથી પોલિસી વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. ફેબ્રુઆરી ૨૦૨૩માં યોજાયેલી એમપીસીની બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech