સોનાના ભાવ રોજેરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સોનામાં મોટા પ્રમાણમાં ખરીદી જારી છે. જાન્યુઆરીથી ફેબ્રુઆરીના બે મહિના દરમિયાન આરબીઆઈએ આંતરરાષ્ટ્રીય બજારમાંથી 13.30 ટન સોનાની ખરીદી કરી છે. આરબીઆઈએ પોતાના રિઝર્વને ડાઈવર્સીફાઈ કરવા માટે સોનાની ખરીદી કરી છે. ગોલ્ડના કારણે ફોરેક્સ રિઝર્વ ત્રણ અબજ ડોલર વધીને 648.5 અબજ ડોલર થયું છે. ફુગાવા સામે રક્ષણ માટે આરબીઆઈએ આટલા મોટા પ્રમાણમાં સોનું ખરીદ્યું છે.
સોનું ખરીદવાના કારણે ભારતને ફાયદો પણ થયો છે. ભારતના વિદેશી મૂડીના હુંડિયાણમાં 3 અબજ ડોલરનો જે વધારો થયો તેમાં એકલા ગોલ્ડનો 80 ટકા કરતા વધુ હિસ્સો હતો. પાંચમી એપ્રિલે ભારતનું ફોરેક્સ રિઝર્વ 648.5 અબજ ડોલરની વિક્રમ સપાટી પર હતું.
ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરીના ગાળામાં આરબીઆઈએ 0.43 મિલિયન ટ્રોય ઔંસ સોનાના ખરીદી કરી હતી. એટલે કે ભારતે લગભગ 13.30 ટન સોનું બજારમાંથી ખરીદ્યું છે. 2023માં સેન્ટ્રલ બેન્ક દ્વારા સોનાની જે ખરીદી કરવામાં આવી તેમાં લગભગ 80 ટકા ખરીદી જાન્યુઆરીથી એપ્રિલના ગાળામાં થઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે પાંચમી જૂને નાણાકીય નીતિ રજુ કયર્િ પછી પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમે ગોલ્ડ રિઝર્વ એકત્ર કરી રહ્યા છીએ. ડેટા સમયાંતરે રિલિઝ કરવામાં આવે છે. અમે ગોલ્ડના રિઝર્વમાં વધારો કરતી વખતે તમામ પાસા પર બરાબર ધ્યાન આપીએ છીએ અને પછી નિર્ણય લેવાય છે.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડિસેમ્બર 2017થી જ માર્કેટમાંથી સોનાની ખરીદી સતત ચાલુ છે. આરબીઆઈ ફુગાવા અને ફોરેન કરન્સીને લગતા જોખમને પહોંચી વળવા માટે આ ખરીદી કરે છે. ફેબ્રુઆરી 2024ના આંકડા પ્રમાણે ભારતીય રિઝર્વ બેન્ક પાસે 26.26 મિલિયન ટ્રોય ઔંસ સોનું હતું જે ડિસેમ્બર 2017માં 17.94 મિલિયન ટ્રોય ઔંસ હતું.
વિદેશમાં કોઈ પણ યુદ્ધ કે બીજા કારણોથી ઉથલપાથલ આવે ત્યારે કોમોડિટીના ભાવ વધી જાય છે અને તેની સામે રક્ષણ આપવા માટે સોનાની ખરીદી કરવી જરૂરી છે. બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક રાજકીય અને આર્થિક બંને કારણોથી સોનું ખરીદી રહી છે. અમેરિકન ડોલર હંમેશાથી એક સ્થિર કરન્સી છે ત્યારે યુક્રેન યુદ્ધના કારણે તેની વિશ્વસનીયતા ઘટી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech