આર.ટી.ઓ. કચેરીમાં અનઅધિકૃત ઇસમોનાં પ્રવેશ પર પ્રતિબંધ

  • September 21, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.) ખાતે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે.તાજેતરમાં કેટલાક બનાવો પરથી આર.ટી.ઓ.કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક ઈસમો એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરી ઉલટી-સીધી વાતો કરી ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિઓ કરી રહેલ હોવાનું જણાતા કચેરી ખાતે સરકારી કામ માટે આવેલ અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલું હોય તે સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે.જે દરખાસ્ત મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું યોગ્ય જણાય છે.
આથી, એન.ડી.ગોવાણી (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) થી  મળેલ સત્તાની રૂઈએ, ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.)માં પોતાના સરકારી કામ માટે આવેલ અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ ફોજદારી પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી તથા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application