રાજકોટ શહેરમાં આ વખતે મેળાઓમાં ફન રાઈડસ આજથી મેળો શરૂ થઈ રહ્યો છે ત્યારથી ચકરડે ચડી છે. હજુ સુધી રાઈડસ ચાલુ થવા બાબતે કોઈ નિવેડો આવ્યો નથી. આજે લોકમેળાનો તો આરભં થશે પરંતુ રાઈડસની ઘરઘરાટી સંભળાશે નહીં. દર વર્ષ લોકમેળાની સાથોસાથ રાજકોટમાં પાંચથી વધુ ખાનગી મેળાઓ પણ યોજાય છે. આ મેળા માટે પણ એસઓપીનું પાલન કરવું ફરજીયાત થઈ પડયું છે. જેને લઈને જન્માષ્ટ્રમીના પાંચ દિવસના પર્વના નામે એક એક મહિના સુધી ખાનગી મેળાઓ યોજાતા હતા. હવે આ મેળાઓ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. કેટલીક જગ્યાએથી તો મેળામાં ભાગ લેવા આવેલા વેપારીઓ, ધંધાર્થીઓ ઉચાળા ભરવા લાગ્યા હોવાનું પણ જાણવા મળે છે.
ખાનગી મેળાઓનો મદાર લોકમેળાની રાઈડસ પર હતો. જો લોકમેળાની રાઈડસને મંજુરી આપવામાં આવે તો ખાનગી મેળાના આયોજકો એ મંજુરીના આધારે તત્રં પર ચડી બેસે અને તેઓ પણ લોકમેળાના નામે ખાનગી મેળામાં એક મહિનો સુધી આવી રાઈડસ ધમધમાવીને લાખો રૂપિયા રળી લેવાની લાઈનમાં હતા. લોકમેળાના રાઈડસના ઠેકેદારે હાઈકોર્ટમાં રીટ કરી હતી. હાઈકોર્ટે પણ એસઓપી મુજબ મંજુરી લેવા અને તા.૨૭ સુધીમાં અરજી કરવાનો સમય આપ્યો હતો. એસઓપીમાં જે નિયમો છે પ્રથમ તો ફાઉન્ડેશન આ ઉપરાંત ટેકનીકલ કમીટી સહિતની ચકાસણી એનઓસી અને ત્યાર બાદ પોલીસ કમિશનર દ્રારા રાઈડસ ચલાવવાની મંજુરી મળે.
લોકમેળો કલેકટર તત્રં દ્રારા યોજાય છે માટે ખાનગી મેળાવાળાઓને કદાચીત એવી આશ હતી કે, કલેકટર તત્રં દ્રારા કોઈ રસ્તો કાઢી અપાશે અને લોકમેળામાં રાઈડસ ચાલુ થશે એટલે આપોઆપ આપણા ખાનગી મેળાઓ પણ ધમધમવા લાગશે. આવું કઈં બન્યું નથી અને ગણતરીઓ ઉલ્ટી પડી છે. જેને લઈને હવે ખાનગી મેળાના સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. પોલીસ કમિશનર સમક્ષ ખાનગી મેળાની ચાર અરજી આવી છે. તેમાં પણ હજી કોઈ પુર્તતા કે ટેકનીકલ કમીટીની એનઓસી મળી નથી એટલે કોઈ મંજુરી અપાઈ નથી. કદાચીત આ બધું ચકાસણીથી લઈ પુર્તતા કરવા સુધીના સમયમાં જન્માષ્ટ્રમી વિતી જશે તેવું દેખાઈ રહ્યું છે.
ખાનગી મેળાઓ કમાવવાની ગણતરીએ વધુ થતાં હોય છે અને મહિનો દિવસ સુધી ચાલતા હોવાથી ત્યાં રાઈડસથી લઈ સ્ટોલ સુધીના ભાડા પણ આકરા હોય છે. મંજુરીનો પ્રશ્ન ગોટાળે ચડી ગયો હોવાથી ખાનગી મેળામાં જોડાયેલા ધંધાર્થીઓ જો રાઈડસની મંજુરી ન મળે તો મેળાની રંગત ન જામે અને નફો તો દુર રહ્યો ઉલ્ટાની ખોટ ખમવી પડે એવા વિચારે ઘણાં ખરા સ્ટોલ ધારકોએ ખાનગી મેળાઓમાંથી ઉચાળા ભરવાનું પણ ચાલુ કરી દીધું છે.
ગ્રીનલેન્ડ ચોકડી પાસેના ખાનગી મેળાનું કામ બધં કરાવતી પોલીસ
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી, નાનામવા ચોકડી, ૧૫૦ ફત્પટ રીંગરોડ પર, બાલભવન તથા વિરાણી ગ્રાઉન્ડ સહિતના સ્થળે ખાનગી મેળાઓ માટેના આયોજનો થયા હતા અને મોટી રાઈડસના ફીટીંગ પણ થવા લાગ્યા હતા. આ મેળાઓને અત્યાર સુધી કોઈ મંજુરી પોલીસ ઓથોરીટી કે, પીડબલ્યુડી દ્રારા આપવામાં આવી નથી. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ખાનગી મેળામાં ગઈકાલે બી–ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ મારૂ તથા સ્ટાફ દોડી ગયો હતો અને મેળાનું કામ બધં કરાવાયું હતું. આ બાબતે આયોજક દશરથસિંહ વાળાના કહેવા મુજબ અમે મેળો ચાલુ કર્યેા નથી કામકામ ચાલુ હતું. મેળો ચાલુ થાય તો પોલીસ બધં કરાવી શકે. આ રીતે પોલીસે બધં કરાવ્યું એ યોગ્ય નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech