આજી વસાહત ૮૦ ફટ રોડ પર આંબેડકરનગરમાં રહેતા બે પાડોશી યુવક–યુવતીએ ૨૦ દિવસ પૂર્વે કરેલા પ્રેમ લના મામલે બન્નેના પરિવાર વચ્ચે ગતરાત્રે સરાજાહેર બઘડાટી બોલી હતી. ૧૦ મહિૈલાઓ સહિત ૨૭ ઈસમોએ સામસામે ગાળો ભાંડી, માર માર્યાના આરોપસર બન્ને જૂથ દ્રારા થોરાળા પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો.
પોલીસ ફરિયાદની પ્રા વિગતો મુજબ આંબેડકરનગરમાં રહેતા યશ જગદીશભાઈ ચૌહાણે પાડોશમાં રહેતી સોનિયા હમીરભાઈ મકવાણા નામની યુવતી સાથે ૨૦ દિવસ પહેલા પ્રેમ લ કર્યા હતા. ગત રાત્રીના આ મુદે બઘડાટી બોલી હતી. સામસામે નોંધાવાયેલી ફરિયાદમાં યશ જગદીશ ચૌહાણે એવો આરોપ મુકયો છે કે, સસરા હમીર મેઘજી, સાસુ જયાબેન, સાળા જયદિપ, ધવલ, અજય તથા પરિવારના અન્ય સભ્યો મુકેશ કાળાભાઈ, જગદીશ કાળુભાઈ, ગણેશ ગાંડાભાઈ, જયા વિનોદભાઈ, ગૌરી ગણપતભાઈ, લલિત વાણિયા તેની પત્ની ચંપા લલિત તથા કનુબેન લાલજીભાઈ ચાવડાએ ગાળો આપી માર માર્યેા હતો.
મહાપાલિકામાં કોન્ટ્રાકટ બેઈઝ નોકરી કરતો યશ ગતરાત્રે ઘરે જમતો હતો ત્યારે શેરીમાં બહત્પં દેકારો થતાં બહાર નીકળ્યો હતો. જયાં યશના મામા પ્રકાશ તથા મામી વૈશાલી સાથે તમામ ઝઘડો કરતા હતા. પ્રકાશ પર એવો આક્ષેપ મુકયો કે સોનિયાએ પ્રેમ લ કર્યા છે તેમા તેજ બધુ કરાવેલું છે. તમામ ઉશ્કેરાઈને માર મારવા લાગ્યા હતા. પોલીસે યશની ફરિયાદ આધારે ૧૩ સામે ગુનો નોંધ્યો હતો.
જયારે સામા પક્ષે યશના સાળા ધર્મેશ ઉર્ફે ધવલ હમીર મકવાણાએ પકો ઉર્ફે પ્રકાશ વસંતભાઈ ચાવડા, દીપક વસંતભાઈ ચાવડા, બનેવી યશ જગદીશ ચૌહાણ, યશના માતા–પિતા તથા વૈશાલી પ્રકાશ ચાવડા, મહિપત, ગૌતમ, હર્ષદ તેમજ પ્રકાશના બન્ને સાળા, સાસુ તથા યશની બન્ને બહેનોએ મળી માર માર્યાનો આરોપ મુકી થોરાળા પોલીસ મથકે ૧૪ સામે ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદના આરોપમાં ધર્મેશની બહેન સોનિયાએ યશ સાથે પ્રેમ લ કર્યા હતા. જે મુદે ગત રાત્રે યશના મામા પકો ઉર્ફે પ્રકાશે ધર્મેશના પિતા હમીરને કહ્યું કે, તારી દીકરી મારો ભાણેજ લઈને જતો રહ્યો તમે શું કરી લીધું! કહીં ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી. પ્રકાશની સાથે અન્યોએ પણ ધસી આવતા મારામારી કરી હતીના આરોપ મુકયા છે. બન્ને પક્ષે થયેલી સરાજાહેર બઘડાટીમાં થોરાળા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech