એક લાખનો દેશી અને અઢી લાખનો વિદેશી દારૂ પકડાય તો જ કવોલિટી કેસ

  • September 12, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વિસ્તારોમાં દારૂ વેચાતો હોવાના કડક કેસ કરવાને બદલે ગૃહ વિભાગના પરિપત્રથી દાબંધીને મુદ્દે કડક પાલન કરાવવાની જગ્યાએ પોલીસને ઢીલ અપાઈ હોવાનું ફલિત થાય છે અગાઉના કવોલીટી કેસના ધારા ધોરણમા મોટો બદલાવ લાવવામા આવ્યો છે.આવા નિર્ણયની જાહેરાતના પગલે ગુજરાતમા દાબંધીના કેસમા પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસમા મોટી રાહત મળી છે.અગાઉ ૧૫હજારનો દેશી અને ૨૫હજારનો વિદેશી દારૂ પકડાયતો ખાતાકીય તપાસ થતી હતી.
રાજય ગૃહ વિભાગ દ્રારા દાબંધીને લઈને વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં હવે એક લાખનો દેશી દાનો જથ્થો અને ૨.૫૦ લાખનો વિદેશી દાનો જથ્થો પકડાય તો જ કવોલિટી કેસ ગણવામાં આવશે. અગાઉ દાના કેસમાં ૧૫ હજારનો દેશી દા અને ૨૫ હજારના વિદેશી દાનો જથ્થો પકડાય તો જ કવોલિટી કેસ ગણવામાં આવતો હતો. એટલે કે દારૂ ઝડપાવાના કવોલિટી કેસના જથ્થામાં વધારો કરાયો છે. આ નિર્ણયથી રાય પોલીસને કવોલિટી કેસમાં ઢીલ અપાઈ હોય તેવું સ્પષ્ટ્ર લાગે છે.
અગાઉ ૧૫ હજારનો દેશી દારૂ  અને ૨૫ હજારના વિદેશ દાનો જથ્થો પકડાય ત્યારે કવોલિટી કેસ ગણવામાં આવતો હતો. આવા કિસ્સામાં જે તે વિસ્તારના પોલિસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય તપાસ થતી હતી. જે મર્યાદા હવે વધારી દેશી દારૂના કેસમાં એક લાખ રૂપિયા અને વિદેશી દારૂ ઝડપાવાના કેસમાં ૨.૫૦ લાખ કરી દેવામાં આવી છે. જેનાથી એક રીતે પોલીસને હવે ખાતાકીય તપાસનો બહું  ડર નહીં રહે.આ કવોલિટી કેસના નામે લિમિટ વધારીને પોલીસને તપાસમાં ઢીલ કરી શકે એવો કારસો રચાયો છે. અને બુટલેગરને પોલીસને કોઇ ખોફ રહેશે નહી તે વાત નકકી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application