રાજકોટ મહાપાલિકાની ભરતી માટે લેખિત પરીક્ષા સંપન્ન; ૭૮૩૧ ઉમેદવારો ગેરહાજર

  • January 01, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્રારા જુદા–જુદા સંવર્ગેાની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ, જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુષની–૧૧૭ જગ્યા, વેટરનરી ઓફિસરની એક જગ્યા, કેમીસ્ટની બે જગ્યા, કલોરીન એટેન્ડન્ટની એક જગ્યા મળી કુલ–૪ સંવર્ગેાની લેખિત પરીક્ષા ગઇકાલે તા.૩૧ને રવિવારે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં કુલ ૩૦ કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી, આ ચારેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો ૧૮,૧૮૪ નોંધાયેલ હતા, જે પૈકી ૧૦,૩૫૩ ઉમેદવારો દ્રારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૭,૮૩૧ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.

ઉમેદવારોને પરીક્ષા સમયના એક કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવી હતી તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેકટ્રોનીકસ ગેઝેટ, કેલ્કયુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઇ કરવામાં આવી હતી, એકંદરે રાજકોટ મહાનગરપાલિકાની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુષ, વેટરનરી ઓફિસર, કેમીસ્ટ અને કલોરીન એટેન્ડન્ટની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયાનું જાહેર કરાયું છે. પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application