પુતિનનું રાષ્ટ્રને સંબોધન: હુમલાખોરો યુક્રેન તરફ ભાગ્યા...શકમંદોને નહીં છોડવામાં આવે...હુમલામાં સામેલ તમામને થશે સજા

  • March 23, 2024 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોસ્કોના ક્રોકસ સિટી હોલ કોન્સર્ટમાં થયેલા હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 115 થઈ ગઈ છે જ્યારે 145 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રશિયન સુરક્ષા એજન્સીઓએ 11 લોકોની અટકાયત કરી છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે આતંકીઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ચાર હુમલાખોરો યુક્રેન તરફ ભાગી રહ્યા હતા.


રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે કોન્સર્ટ પર હુમલો કરનારા ચાર લોકો યુક્રેન તરફ ભાગી રહ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી છે. દરેક વ્યક્તિ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વાસ્તવમાં, ધારાસભ્ય એલેક્ઝાન્ડર ખિન્શ્તેને કહ્યું છે કે ધરપકડ કરાયેલા 11 આરોપીઓમાંથી ચાર લોકો હુમલામાં સીધા સામેલ છે.


શકમંદોએ છુપવાનો કર્યો પ્રયાસઃ પુતિન

રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પુતિને કહ્યું કે યુક્રેનના કેટલાક લોકોએ સરહદ પાર કરીને રશિયામાં પ્રવેશવાની તૈયારી કરી છે. પુતિને કહ્યું કે શંકાસ્પદ લોકોએ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો અને યુક્રેન તરફ પ્રયાણ કર્યું. અમારા પ્રારંભિક ડેટા પ્રમાણે રશિયાની સરહદ પાર કરવા માટે યુક્રેન તરફથી શકમંદો માટે એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.


હુમલામાં સામેલ તમામને સજા થશે

યુક્રેને હુમલામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે. પુતિને દુશ્મનોને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયા એવા કોઈપણ દેશ સાથે કામ કરવા તૈયાર છે જે આતંકવાદીઓને હરાવવા માંગે છે. પુતિને કહ્યું, "આ બર્બર હુમલાની તપાસ કરવામાં આવશે. હુમલામાં સામેલ તમામ લોકોને સજા કરવામાં આવશે. હું 24 માર્ચને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કરું છું."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application