ત્રેતાયુગ માં ભારત પાસે પુષ્પક વિમાન હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે જ. હવે 21મી સદીનું પુષ્પક વિમાન લોન્ચ કરાયું છે. હવે 21મી સદીમાં ફરી એકવાર પુષ્પક વિમાનની ચચર્િ શરૂ થઈ છે. ઈસરોએ આજે પુષ્પક એરક્રાફ્ટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. ઈસરોએ આજે સવારે 7 વાગ્યે કણર્ટિકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે આયોજિત આ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. તેને ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યું હતું જે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું.આરએલવી એલએક્સ-02 લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.
પુષ્પક પુન:ઉપયોગ કરી શકાય તેવું પ્રક્ષેપણ વાહન છે. તે એરોપ્લેન જેવું લાગે છે. તેની લંબાઈ 6.5 મીટર છે અને તેનું વજન 1.75 ટન છે. તેને સ્વદેશી સ્પેસ શટલ પણ કહેવામાં આવે છે. શુક્રવારે વધુ જટિલ પરિસ્થિતિઓમાં તેની રોબોટિક લેન્ડિંગ ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે.
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે પુષ્પક પ્રક્ષેપણ વાહન એ અવકાશની ઍક્સેસને સૌથી વધુ સસ્તું બનાવવાનો ભારતનો સાહસિક પ્રયાસ છે.
આ ભારતનું ભવિષ્યનું પુન:ઉપયોગ કરી શકાય તેવું લોન્ચ વ્હીકલ છે, જ્યાં સૌથી મોંઘો ભાગ ઉપલા સ્ટેજ છે, જેમાં તમામ મોંઘા ઈલેક્ટ્રોનિક્સ છે, એસ સોમનાથે જણાવ્યું હતું. તે સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત આવે છે અને ફરીથી વાપરી શકાય તેવું બનાવવામાં આવે છે. બાદમાં તે ભ્રમણકક્ષામાં ઉપગ્રહોને રિફ્યુઅલ પણ કરી શકે છે અથવા નવીકરણ માટે ઉપગ્રહોને ભ્રમણકક્ષામાંથી પાછા લાવી શકે છે. ભારત અવકાશના કાટમાળને ઘટાડવા માંગે છે અને પુષ્પક પણ તે દિશામાં એક પગલું છે.
ઇસરોના વડા એસ સોમનાથે પુષ્પક વિમાનના નામ વિશે જણાવ્યું કે તે ભારતનું પ્રખ્યાત અવકાશયાન છે, જેનો ઉલ્લેખ રામાયણમાં છે, જેને સંપત્તિના દેવતા ભગવાન કુબેરનું વાહન માનવામાં આવે છે. તેથી, ભારતના સૌથી હિંમતવાન 21મી સદીના રોકેટનું નામ પુષ્પક રાખવું યોગ્ય છે. તેમણે કહ્યું, આશા છે કે, જ્યારે આ લોન્ચર ભવિષ્યમાં વ્યવસાયિક રીતે ઉપલબ્ધ થશે, ત્યારે તે ભારત માટે કમાણી કરનાર સાબિત થઈ શકે છે.
પુષ્પકની એતિહાસિક તવારીખ
આ પુષ્પક વિમાનને બનાવવામાં લગભગ એક દાયકાનો સમય લાગ્યો હતો. તેણે સૌપ્રથમ 2016માં શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી અને બંગાળની ખાડીમાં વર્ચ્યુઅલ રનવે પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. તે ક્યારેય પાછુ આવી શક્યું ન હતું અને સમુદ્રમાં ડૂબી ગયું હતું. પુષ્પક એરક્રાફ્ટનું બીજું પરીક્ષણ 2 એપ્રિલ, 2023 ના રોજ ચિત્રદુર્ગ એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આરએલવી-એલએક્સ નામના પાંખવાળા રોકેટને આર્મી ચિનૂક હેલિકોપ્ટર દ્વારા હવામાં ઉંચકીને સ્વાયત્ત લેન્ડિંગ માટે રવાના કરવામાં આવ્યું હતું, જ્યાં તે સ્વાયત્ત ઉતરાણ કર્યું. પરીક્ષણ કોઈપણ વિક્ષેપ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech