ICC Champions Trophy 2025 schedule: ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ ટક્કર, ICCએ જાહેર કર્યું શેડ્યૂલ

  • December 24, 2024 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબી રાહ જોયા બાદ આખરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થશે અને ફાઈનલ મેચ 9 માર્ચે લાહોર અથવા દુબઈમાં યોજાશે. ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે 15 મેચો રમાશે. તમામ મેચો પાકિસ્તાન અને દુબઈમાં યોજાશે. પાકિસ્તાનના રાવલપિંડી, લાહોર અને કરાચી ટૂર્નામેન્ટનું આયોજન કરશે. ICCએ મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર કર્યું. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થશે અને ફાઈનલ 9 માર્ચે યોજાશે.


ટૂર્નામેન્ટમાં આઠ ટીમો વચ્ચે 15 મેચ રમાશે. આ મેચો પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. પાકિસ્તાનના 3 મેદાન રાવલપિંડી, લાહોર અને કરાચીમાં મેચો યોજાશે. પાકિસ્તાનના દરેક મેદાન પર ત્રણ ગ્રૂપ મેચો રમાશે, જેમાં બીજી સેમિફાઇનલનું આયોજન લાહોર કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે.




સેમિ-ફાઇનલ અને ફાઇનલ માટે અનામત દિવસ

જો ભારતીય ટીમ ફાઇનલમાં નહીં પહોંચે તો નિર્ણાયક મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે.જો ભારત ફાઇનલમાં પહોંચશે તો આ મેચ દુબઇમાં રમાશે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application