પુષ્પાના ચાહકો માટે ખુશખબરઃ અલ્લુ અર્જુન બોલીવૂડમાં આવી રહ્યો છે

  • March 04, 2023 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ટી-સીરિઝની ફિલ્મ માટે અલ્લુએ શાહરુખ ખાનની ફિલ્મ ઠુકરાવી દીધી
  • પુષ્પા 2નું શુટિંગ પુરું કર્યા બાદ અલ્લુ અર્જુન નવી ફિલ્મમાં કામ કરશે


પુષ્પા ફેમ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની એક અલગ સ્ટાઇલ છે. તે સ્ટાઇલિસ્ટ હીરો તરીકે ફેમસ પણ થયો છે. રજનીકાંત બાદ અલ્લુએ પોતાની વિવિધ સ્ટાઇલોથી ફેન્સના દિલોમાં જગ્યા બનાવી છે. જેમાં પુષ્પાના અલ્ટી ડાન્સનો પણ સમાવેશ થાય છે. હવે બોલીવૂડના સિનેરસિકો માટે સારા સમાચાર છે કે તેમનો માનીતો અલ્લુ હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરવા જઇ રહ્યો છે. જેના માટે તેણે શાહરુખને પણ ના પાડી દીધી.


હાલમાં તો અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ને લઈને ફેન્સમાં ભારે ક્રેઝ છે. આ ફિલ્મનું શૂટિંગ આ દિવસોમાં હૈદરાબાદના વેજાગમાં ઝડપથી ચાલી રહ્યું છે. આ સાથે જ ફેન્સની નજર સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ પર છે. જેની જાહેરાત પણ કરવામાં આવી છે. સુપરસ્ટાર અલ્લુ અર્જુને તેની આગામી ફિલ્મ માટે કબીર સિંહ અને અર્જુન રેડ્ડી ફેમ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે હાથ મિલાવ્યો છે. આટલું જ નહીં રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ બોલિવૂડના મોટા નિર્માતા ભૂષણ કુમારના ટી-સીરીઝ બેનર હેઠળ બનશે.
 
જો કે અલ્લુ અર્જુને શાહરૂખ ખાનની ફિલ્મ છોડવાનું કારણ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પણ મીડિયામાં દાવો કરાયો છે કે એક્ટર હાલમાં ઘણા પ્રોજેક્ટ્સમાં બિઝી છે. આ કારણે તેણે જવાનમાં કિમિયો કરવાની ના પાડી દીધી. અલ્લુ અર્જુને શાહરૂખ ખાનની ફિલ્મ જવાન પડતી મૂકી દીધી છે. તે હવે આ ફિલ્મનો ભાગ નહીં રહે.
 
 અલ્લુ અર્જુને એક સમયે હિન્દી ફિલ્મો કરવામાં કોઈ રસ દાખવ્યો ન હતો, પરંતુ પુષ્પાની શાનદાર સફળતા પછી દરેક મોટા ફિલ્મ મેકર્સ તેની સાથે કામ કરવા માંગે છે. આ દરમિયાન અલ્લુએ ટી-સીરીઝ કંપનીના માલિક ભૂષણ કુમાર અને ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સાઈન કરી છે.  સંદીપ રેડ્ડી વાંગા હાલમાં ફિલ્મ 'સ્પિરિટ'ના શૂટિંગમાં બિઝી છે. અલ્લુ અર્જુનની પુષ્પા 2 ફિલ્મનું કામ પૂરું થતાં જ શરૂ થશે. હાલમાં ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
 
અલ્લુ અર્જુન સ્ટારર આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ ફિલ્મ્સ પ્રોડક્શન અને ભદ્રકાલી પિક્ચર્સ સાથે મળીને કરશે. ડાયરેક્શનની જવાબદારી સંદીપ રેડ્ડી વાંગાને આપવામાં આવી છે. સાઉથ સ્ટારે હિન્દી બેલ્ટમાં પોતાની પકડ બનાવી લીધી છે. દરમિયાન, અલ્લુ અર્જુનના બોલિવૂડ ડેબ્યૂના સમાચારે ફેન્સને ચોંકાવી દીધા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application