BREAKING NEWS

કોટડા સાંગાણીના પીપળેશ્વર મહાદેવ મંદિરે પુરુષોત્તમ માસની ઉજવણી

  • June 15, 2026 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે કોટડા સાંગાણી ખાતે આવેલા પીપળેશ્ર્વર મહાદેવ મંદિરે આસ્થા અને ભકિતનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર ટ્રસ્ટ દ્રારા આયોજિત આ ઉત્સવમાં સમગ્ર માસ દરમિયાન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત, દર્શનાર્થીઓ અને ભકતોની સુવિધા તેમજ સેવાના ભાગરૂપે ઠંડા પીણા અને શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પુરુષોત્તમ માસની આ ભવ્ય ઉજવણીમાં આસપાસના ગ્રામજનો અને ભકતો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. પીપળેશ્ર્વર મહાદેવના સાંનિધ્યમાં યોજાતા આ ધાર્મિક કાર્યક્રમોને લઈને સમગ્ર વિસ્તારમાં ભકિતમય માહોલ છવાઈ ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application