સાબરકાંઠાનું પુંસરી ગામ બન્યું રાજ્યનું પ્રથમ ડિજિટલ વિલેજ, તમામ સુવિધાઓથી સજ્જ પુંસરીને મળ્યો ખાસ એવોર્ડ

  • April 02, 2023 03:52 PM 

ગુજરાતમાં આવેલું પુંસરી ગામ રાજ્યનું પ્રથમ ડિજિટલ ગામ છે. આ ગામમાં તમામ સુવિધાઓ જેમ કે રોડ રસ્તા, સીસીટીવી, સાફ-સફાઈ માટેના વર્કર્સ, દૂધ ડેરી સુધી પહોંચવા માટે બસની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં આવેલી સરકારી શાળા પણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. પુંસરી ગામને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકેનો એવોર્ડ પણ એનાયત થયો છે.સાબરકાંઠાના તલોદ તાલુકાનું પુંસરી ગામ જેને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકે પણ માનવામાં આવે છે. શું છે ગામની ખાસિયત? અને કેમ બન્યું છે આ ગામ ગુજરાતના અન્ય ગામો માટે રોલ મોડલ.

પુંસરી ગામ ગુજરાત માટે રોલ મોડલજ્યારે વિકાસની વાત આવે ત્યારે આપણને સારા રસ્તા ગટર લાઈન અને રહીશોને અન્ય સુવિધા મળવી જોઈએ જેવી બાબતો સૌ પ્રથમ યાદ આવે.ત્યારે પુંસરી ગામ સાબરકાંઠા જ નહીં સમગ્ર ગુજરાત માટે વિકાસનું રોલ મોડેલ સાબિત થયું છે. આ ગામમાં અન્ય કોઈ પણ ગામ કરતા સૌથી વધુ અને અનોખી સુવિધાઓ ઉપલબ્ધ છે.

પુંસરી ગામના સરપંચ હિમાંશુ ભાઈનું કહેવું છે કે,જ્યારે વર્ષ 2006માં તેઓ ગામના સરપંચ બન્યા ત્યારે ગામમાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી.પરંતુ તેમની વિવાદ વાળી જમીન વેચ્યા બાદ તેમાંથી જે મૂડી આવી તેનાથી તેમણે સરપંચ તરીકે તે રૂપિયાને ગામના વિકાસમાં ખર્ચવાનું નક્કી કર્યું, અને એ પછી શરૂ થઈ પુંસરી ગામના વિકાસની ગાથા.સીસીટીવીથી સજ્જ છે ગામપુંસરી ગામમાં 35 જેટલા સીસીટીવી કેમેરા સજ્જ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application