79-જામનગર વિધાનસભા વિસ્તારમાં પૂનમબેન માડમનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

  • May 04, 2024 11:34 AM 

વીશાળ બાઈક રેલીથી કેસરીયો ઝંઝાવાત સર્જાઇ ગયો: 500થી વધુ આગેવાનો, મહીલાઓ, યુવાનો જોડાયા: અબકી બાર 400 કે પારના નારા ગુંજી ઉઠયા


ભારતીય જનતા પાર્ટી 79-જામનગર (દક્ષિણ) વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી જે એમ્યુઝમેન્ટ પાર્કથી શરુ થયેલ આ રેલી સત્યમ કોલોની- કૃષ્ણનગર રોડ - પીપળાવાળા ચોક - શાંતિનગર,4 - જનતા ફાટક - હર્ષદ માતાના મંદિર - જૂનો હૂડકો - આઈ લાઈન - એફ લાઈન - રઘુવીર ચોક - આર્ય પાન - સરદાર પટેલ ચોક - નવાનગર બેન્ક ચોક - હીરજી મિસ્ત્રી રોડ - જોલી બંગલો - 58, દી પ્લોટ - હિંગળાજ ચોક - નવી નિશાળ - પાણી નો ટાંકો - મિલેટ્રી ગેઇટ - જેલ - પવન ચક્કી - નાનકપુરી - સાધના કોલોની - પટેલ પાર્ક - જડેશ્વર મંદિર - મહાવીરનગર - બાઈની વાળીનો મેઈન કોર્નર - જૂની આઈસ ફેક્ટરી - ક્રિષ્ના પાર્ક - કિશાન ચોક - પવન ચક્કી - આર્યસમાજ રોડ - ખંભાળિયા ગેઇટ - હવાઈ ચોક - સન્ટ્રલ બેન્ક - ચાંદી બજાર - દરબાર ગઢ  - શાક માર્કેટ - દિપક ટોકીઝ - બેડી ગેઇટ - ઇન્દ્રપ્રસ્થ - પંચેશ્વર ટાવર થઇ શહેર ભાજપ કાયર્લિયએ પહોંચી હતી અને ત્‌યાં રેલીની પૂણર્હિુતી થઇ હતી.


આ રેલી દરમિયાન 12 લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પવનચક્કી સહીત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુછ, હારથી માનનીય સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું હતું તથા વિજય તિલક કરવામાં આવ્યો હતો. આશરે 500 થી વધુ આગેવાનો, યુવાનો, મહીલાઓ  બાઈક રેલીમાં જોડાયા હતાં. સમગ્ર રેલી દરમિયાન અબકી બાર મોદી સરકાર તથા અબકી બાર 400 કે પારના નારા સાથે સમગ્ર વિસ્તાર ભગવામયી બની ગયો હતો.


આ રેલીમાં 12 લોકસભા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરેમન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહીત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકતર્ઓિ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતાં.


પટેલ સમાજ ખાતે આવેલ લોહપુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુનમબેન માડમ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતાં અને પ્રતિમાને પુનમબેન માડમે સલામી આપી હતી, આ તકે સંખ્યાબંધ લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ખાસ કરીને જયાં-જયાં પુનમબેન માડમની રેલી પહોંચતી હતી ત્યાં-ત્યાં લોકો તરફથી જે રીતે સ્વયંભૂ આવકાર આપવામાં આવતો હતો તેનાથી સમગ્ર 79-જામનગર વિધાનસભા વિસ્તારમાં કેસરીયું વાવાઝોડું ફરી વળ્યું હોય એવો માહોલ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News