કાકરા નીકળી ગયા, લોખંડ દેખાવા માંડયું ??
ખંભાળીયા તાલુકાના ભારાણા ગામમાં એક વર્ષ પૂરું થતા જ Ioc કંપનીએ પૂલિયું બનવ્યું હતું. તૈ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયુ છે તેમાથી કાકરા નીકળી ગયા છે તેમજ લોખંડના સળિયા પણ દેખાવા માંડ્યા છે. હજુ 1વર્ષ પૂર્ણ થતાં જ પૂલની હાલત સ્પષ્ટ દેખાય રહે છે.કે તે જોરદાર વરસાદ આવેતો તે પૂલિયું જમીનદોસ્ત થઈ જશે. તેમજ Ioc કંપની ધાર્મિક જગ્યાએ ફંડ આપતી નથી. પણ જયા તેને પ્રસાદ મળે ત્યાંજ આવા પુલીયા બનાવી તેમના અધિકારી લાખો રૂપિયા ખાય જાયછે. આ પૂલીયું લાખો રૂપિયાના ખર્ચે બનાવેલું છે. શુ તેની ગેરેટી એક જ વર્ષની હશે ??? આઈઓસીના આવા ભ્રષ્ટ અધિકારીને લીધે પાણી લાકડા જેવા કામો થાય છે. અને પોતાની "કટકી" કરે છે.સરકારી સંપતિના ફડમાંથી વપરાતા પૈસાનો વેડફાટ કરે છે.અને વાડીનાર સ્થિત IOC કંપની આવેલી છે. પણ ત્યાં ફંડ અપવામાં ઠાગા હૈયા કરે છે આ સરકારી બાબુઓ લાખો રૂપિયા કમાવવા આવા નબળા પુલીયા બનાવી પોતે પૈસા ખાય જાય છે. તેવું સ્પસ્ટ દેખાય રહ્યું છે. હજી મોસમ નો વરસાદ પણ થયો નથી આટલામાં પુલીયામાં પોલ ખોલી છે. જાણે પોતાની ઘરની કંપની હોય એમ નાના મોટા બિલ બનાવી લે છે. અને સરકારી કચેરીઓમાં ભરપૂર ફંડ આપે છે.તેથી તેની વિરુદ્ધ કોઈ અધિકારી એકશન લેતું નથી.આમ ગ્રામજનોમાં ચર્ચા જાગી છે કે પૈસા પાસ કરવા પૂલિયુ બનાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉપલેટાના પડવલા, મેરવદર અને ખીરસરામાં તંત્રનું બુલડોઝર ફર્યું
April 04, 2025 11:18 AMદેશમાં રોજગારની તકો સતત ઘટી રહી છે: સીએમઆઈઈ રિપોર્ટ
April 04, 2025 11:14 AMહડીયાણા ગામમાં યુવાન પર પાઇપથી પ્રહાર
April 04, 2025 11:14 AMસલાયા બેંક ઓફ બરોડાના કેશિયર દ્વારા વેપારીઓ સાથે ઓરમાયું વર્તન
April 04, 2025 11:12 AMવક્ફ બિલને સમર્થન આપ્યા બાદ જેડીયુમાં હોબાળો: 2 મુસ્લિમ નેતાઓએ આપ્યું રાજીનામું
April 04, 2025 11:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech