પોરબંદરની સરકારી મેડિકલ કોલેજની રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ મુલાકાત લીધી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પોરબંદરના પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ધરમપુર સ્થિત જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદરની શુભેચ્છા મુલાકાત લઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તથા સ્ટાફગણને આશીર્વચન આપ્યા.પૂજ્ય ભાઈશ્રીની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મેડિકલ કોલેજ ખાતે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓએ પરમ પૂજ્ય ભાઈશ્રીના સ્વાગતમાં શ્રી હરિ મંદિરની પ્રતિકૃતિ સમાન રંગોળી બનાવી હતી.મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર દ્વારા પરમ પૂજ્ય ભાઈશ્રીનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. એમ.બી.બી.એસ.ની વિદ્યાર્થીનીઓ ધ્રુવી પંડ્યા અને કવિશા રાજાએ પૂજ્ય ભાઈશ્રીના સ્વાગતમાં ભક્તિગીત રજૂ કર્યુ હતુ. મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડો. મયંકકુમાર જાવિયાએ પરમ પૂજ્ય ભાઈશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.પરમ પૂજ્ય ભાઈશ્રીએ મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓ સ્ટાફગણ અને ફેકલ્ટીને આશીર્વચન આપીને શુભેચ્છા પાઠવી હતી.
પરમ પૂજ્ય ભાઈશ્રીએ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓને સૂચવ્યું કે ભવિષ્યમાં આપ સર્વે એથીકલ મેડિકલ પ્રેક્ટિસ કરી આપના ડોક્ટર તરીકેના જીવનમાં માનવતાની મહેક સદાએ જાળવી રાખશો.માનવીય મૂલ્યનું મહત્વ સમજાવતા વધુમાં પરમ પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાના ઉત્તમ કૌશલ્યથી કાર્ય કરી રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બને. લાઇબ્રેરીયન વિધિબેન મોઢા તથા એમ.બી.બી.એસ.ની વિદ્યાર્થીની જીગીશાએ પરમ પૂજ્ય ભાઈશ્રીની પેઇન્ટિંગ બનાવી તેમને ભેટ સ્વપે અર્પણ કરેલ.
મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ ડીન ડો. અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે જેમના દર્શન અને આશીર્વાદ માટે લોકો કતારોમાં ઊભા રહી રાહ જોતા હોય એવા પરમ પૂજ્ય ભાઈશ્રીની શુભેચ્છા મુલાકાતને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદર પરિવાર અહોભાગ્ય માનીને ધન્યતા અનુભવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિશ્ર ઋતુને લઈને રોગચાળો વકર્યો : રાજકોટ શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો વધતો પ્રકોપ
May 12, 2025 01:52 PMજામનગર એરપોર્ટ પણ આજથી થયું કાર્યરત
May 12, 2025 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech