ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનનો ૧૧ મો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર શહેરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો.
આ સમારોહમાં કોળી સમાજના જિલ્લાના ૮૧૦ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા અને નારીઓ સહિતનાં મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને સરસ્વતી વંદના સાથે આ સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને આપવામાં આવતું નાનું એવું પ્રોત્સાહન પણ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે તેમજ કારકિર્દીના નિર્માણ માટે મોટું બળ પૂરું પાડતું હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે,આ વિદ્યાર્થીઓનું સન્માન નથી પરંતુ તેમણે જીવનમાં જે લક્ષ્ય નિર્ધારિત કરીને તેને હાંસલ કરવા માટે જે મહેનત કરી છે તેને પોંખવાનો અવસર છે,સમાજ સામે સન્માનવાનો અવસર છે.જેનાથી સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ એક જાતની પ્રેરણા મળે.કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા અને ગુજરાત રાજ્ય કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી,તેમજ સમાજના અગ્રગણ્ય મહાનુભાવો વિદ્યાર્થી સન્માનના આ કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં વક્તા મનન પટેલ અને હસમુખ ચોરવડિયાએ વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ અને કઈ દિશાની મહેનત કરવી જોઈએ તે અંગેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં "એક્ટિવ કલા વૃંદ" દ્વારા સુંદર મજાનો રાસ રજૂ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અને સફળ બનાવવાં માટે ધીરુભાઈ જાંબુચા,નરશીભાઈ ચૌહાણ, મથુરભાઈ જાંબુચા,બાબુભાઈ સોલંકી,મનજીભાઈ ડાભી,માધાભાઈ ડાભી ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. નરવણભાઈ બારૈયાએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMઅદાણી ગ્રુપના શેર બીજા દિવસે પણ ૧૦ ટકા તૂટ્યા
November 22, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech