જામનગર ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સાઇબર ક્રાઇમ, ડ્રગ્સ, ટ્રાફિકના નિયમો, ગુનાખોરીને ડામવામાં પ્રજાનો સહયોગ, મહિલાઓની સુરક્ષા તેમજ સ્વ રક્ષણ અંગેની ઝીણવટભરી માહિતી અપાઈ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પોલીસ ખાતાની કામગીરીને વધુ પ્રજાભિમુખ બનાવવા તેમજ જનભાગીદારી દ્વારા આ કામગીરી અસરકારક રીતે થઈ શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આયોજીત સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર તથા જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સયુંકત ઉપક્રમે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તથા ડેન્ટલ કોલેજના ડીન શ્રી ડો.નયના પટેલના અધ્યક્ષ સ્થાને મહિલાઓ વધુ સુરક્ષિત અને સશક્ત બને તેવા પ્રયત્નોના ભાગરૂપે મહિલા સુરક્ષા અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સંસ્થામાં અભ્યાસ કરતી ૨૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ, મહિલા ડોક્ટર્સ અને કર્મચારીગણે ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
સેમિનારમાં પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા સાઇબર ક્રાઇમ, ડ્રગ્સ, ટ્રાફિકના નિયમો, ગુનાખોરીને ડામવામાં પ્રજાનો સહયોગ, મહિલાઓની સુરક્ષા તેમજ સ્વ રક્ષણ અંગેની જરૂરી તમામ માહિતી વિગતવાર પૂરી પાડવામાં આવી હતી. સેમિનારના અંતે પ્રદર્શનના માધ્યમથી આકસ્મિક સંજોગોમાં મહિલાઓ માટે સ્વ-બચાવની વિવિધ તકનીકો અંગેની પણ તાલીમ આપવામાં આવી હતી. તેમજ સંસ્થાની જે વિદ્યાર્થીનીઓ, મહિલા ડોક્ટર્સ તથા કર્મચારીઓ સ્વૈચ્છાએ આગળ પણ આ તાલીમ મેળવવા માંગતા હોય તો તેઓની નોંધણી કરવામાં આવી હતી. વધુમાં, કોઈ પણ મુશ્કેલીના સમયમાં પોતાને અથવા અન્યને મદદરૂપ થવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ મહિલા હેલ્પલાઇન નંબરની વિગતવાર માહિતી પણ પુરી પાડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech