ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં ફતેપરના પ્રૌઢનું મૃત્યુ

  • August 31, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુવાડીયા પાટીયા પાસે બાઇક ધુળના ઢગલામાં ટકરાયું

ભાણવડ તાલુકાના ફતેપર ગામે રહેતા સામતભાઈ વિક્રમભાઈ રાવલીયા નામના ૫૯ વર્ષના પ્રૌઢ ગઈકાલે બુધવારે તેમના જી.જે. ૦૩ એમએ ૧૮૬૬ નંબરના હીરો ડીલક્ષ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયા - દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે દસ કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર રહેલા ધૂળના ઢગલા સાથે પૂરઝડપે જઈ રહેલું આ મોટરસાયકલ ટકરાઈ પડ્યું હતું. જેના કારણે બાઈક ચાલક સામતભાઈ ફંગોળાઈ ગયા હતા અને તેમને માથામાં તથા શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર જગમાલભાઈ સામતભાઈ રાવલીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૪ (અ), ૨૭૯ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application