રાજકોટ CPના ખાનગી લકઝરી બસોને શહેરમાં પ્રવેશ બંધીના જાહેરનામાનો વિરોધ, સંચાલકોએ સાંસદ અને ધારાસભ્યને કરી રજૂઆત

  • July 17, 2023 01:21 PM 



રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી લકઝરી બસોને શહેરમાં પ્રવેશ બંધી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરના માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્રાવેલ્સોની ઓફિસો આવી છે. તેમજ આ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વધુ રહેતી હોય, ટ્રાફિક વ્યવસ્થામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને ગંભીર અકસ્માતો થવાની સંભાવના છે. જેને પગલે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા માધાપર ચોકડીથી પુનીત પાણીનાં ટાંકા સુધી સવારે 8થી રાત્રે 9 દરમિયાન ખાનગી લકઝરી બસો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, આ જાહેરનામાને લાઇ ટ્રાવેલ્સ એસોસિએશનમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આજે ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોએ સાંસદ મોહન કુંડારિયાને તેમજ ધારાસભ્ય રમેશ ટિલાળાને મળી આ બાબતે રજૂઆત કરી હતું. આ જાહેરનામાની ટ્રાવેલ્સના સંચાલકોને પડતી મુશ્કેલીઓ અને સાથે જ મુસાફરોને પડતી મુશ્કેલીઓને લઇને રજૂઆત કરવામાં આવી હતી. 

સમગ્ર બાબતે ધારાસભ્ય રમેશ ટિલાળાએ પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application