ભોગાતની ગૌશાળામાં ગાય સાથે દુષ્કૃત્ય આચારનારા શખ્સ સામે કડક પગલાં લેવા તંત્રને રજૂઆત

  • May 11, 2023 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલી ગૌશાળામાં તાજેતરમાં એક શખ્સ દ્વારા માનસિક વિકૃતિ દર્શાવતું કૃત્ય આચરવામાં આવ્યું છે. ભોગાત ગામના ધના લખમણ કંડોરીયા નામના શખ્સ દ્વારા ગૌશાળામાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગેનો વિડીયો વાયરલ થવા સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
આ પ્રકરણમાં આરોપીને દાખલારૂપ સજા થાય તે માટે ખંભાળિયાના જાણીતા ગૌ સેવકોના ગ્રુપ એવા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા આજરોજ અહીંના જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લાના અન્ય ગૌસેવકો તેમજ મંડળો દ્વારા પણ તંત્રને લેખિત રજૂઆત કરી, આરોપીને આકરી સજા થાય તે માટેની માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application