ઓનલાઇન ડેટા એન્ટ્રીમાં વિસંગતતા દૂર કરવા શિક્ષણમંત્રીને રજુઆત

  • June 13, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજય ન.પા. શિક્ષક સંઘ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માગણી


ઓનલાઇન ડેટા એન્ટ્રીમાં વિસંગતતા દૂર કરવા અને શિક્ષકોને પડતી મુશ્કેલી અંગે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજયના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરને રજુઆત કરવામાં આવી છે.


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના વિધા સમીક્ષા કેન્દ્ર મારફતે જુદી જુદી એપ્લીકેશશન દ્વારા વારંવાર જુદા જુદા પ્રકારના ઓનલાઇન ડેટા મંગાવવામાં આવે છે જેના કારણે શિક્ષણ ઉપર સીધી અસર થાય છે આ ડેટા આપવાથી ચાલુ શિક્ષણને અસર થાય છે, આપેલ ડેટાનો ઉપયોગ જયારે કરવાનો હોય છે ત્યારે રીયલ ટાઇમ ડેટા શાળા સુધી મળતો નથી જેના કારણે મેન્યુલી ડેટા બનાવવાની ફરજ પડે છે આ મુશ્કેલીની સીધી અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પડે છે શિક્ષકો પર આ દબાણના કારણે પારિવાર અને સામાજીક જીવન પર પણ અસર થાય છે, વારંવાર ટેકનીકલ ખામીને કારણે અમુક ડેટા તો ડબલ વખત નાખવાની પણ ફરજ પડે છે જુદા જુદા ઓનલાઇન પોર્ટની મયર્દિાના કારણે ઘરે જઇને પારિવારીક સમયની વચ્ચે આ કામગીરી કરવી પડે છે જે દુ:ખદ બાબત છે.


આગળ કહયું છે કે, વિધા સમીક્ષા કેન્દ્રમાં વારંવાર મેલ કે ફોન કરતા કોઇ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી અને જો માહિતી મોકલી આપે તો અધુરી વિગતો સાથેની હોય છે, પરિશિષ્ટ 1-એ અને વ્યકિતગત વિકાસની પ્રથમ સત્રમાં એન્ટ્રી કરાવવામાં આવી, બીજા સત્રમાં સ્પષ્ટતા નથી, ઓનલાઇન એન્ટ્રીની ઘેલછામાં બાળકો અને શિક્ષકોના અનેક કલાકો વેડફવામાં આવ્યા, સર્વરની ખામી, પરીક્ષા કાર્યમાં અવરોધપ, હાજરીના પોર્ટલ બદલી દેવામાં આવે છે, કેટલાક મોડલમાં એપ્લીકેશન ડાઉનલોડ થતી નથી, ઓનલાઇન હાજરી બંધ કરવા તેમજ શિક્ષણના ભોગે સમય શકિતનો વેડફાટનો શો અર્થ ?


ઓનલાઇન કાર્ય એ સૌની સરળતા, ચોકસાઇ વધારી નકકર પરિણામો મેળવવા માટે હોય છે તો આ બાબતે યોગ્ય નિર્ણય કરી ઓછામાં ઓછુ શિક્ષણ કાર્ય બગડે અને શિક્ષકો પરેશાન ન થાય એવી વ્યવસ્થા ગોઠવવા માંગણી છે જો આ બાબતે પરિણામ નહીં મળે તો કોઇપણ પ્રકારનો ઓનલાઇન ડેટા નહી આપવાની ફરજ પડશે, બહિષ્કાર કરવો પડશે તેમ રજુઆતમાં ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનોજ પટેલ અને પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News