રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આવતીકાલે અટલ સરોવર રહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી છે આ બેઠકમાં કુલ ૫૭ દરખાસ્તો સાથેનો એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં વોર્ડ નં.૩ને લગતી દરખાસ્તો સૌથી વધુ છે. મુખ્યત્વે રેલનગર વિસ્તારને નવા કોમ્યુનિટી હોલ અને ટીબી સેન્ટર સાથેના વિશાળ આરોગ્ય કેન્દ્રની ભેટ આપવામાં આવનાર છે. આ ઉપરાંત પોપટપરાનું નાલુ પહોળું કરવા તેમજ અન્ય બે જુના વોંકળાઓ ઉપર સ્લેબ કલવર્ટ બનાવવા, પીવાના પાણી માટેની નવી ડીઆઈ લાઇન નાખવા સહિતની દરખાસ્તો રજૂ કરાઇ છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગોમાં વોર્ડ નં.૩ને પ્રાથમિક સુવિધાઓ તેમજ અન્ય નવા વિકાસ કામોની ભેટ આપવાની સૌથી વધુ દરખાસ્તો છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રેલનગર વિસ્તારમાં કુલ પિયા ૮.૬૯ કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે આ માટેનો કોન્ટ્રાકટ ૦.૮૯ ટકા ફોન સાથે વિનય ઇન્ફ્રાટેક પ્રા.લી.ને આપવાની દરખાસ્ત છે.
આ ઉપરાંત રેલનગર વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર અને ટીબી સેન્ટર બિલ્ડીંગ બનાવવાનું કામ કુલ પિયા ૩.૧૪ કરોડના ખર્ચે (૧૮ ટકા જીએસટી અલગ)આપવામાં આવનાર છે આ માટે ગાયત્રી એન્ટરપ્રાઇઝને કામ આપવા દરખાસ્ત કરાઈ છે. યારે શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર ચારની વિવિધ ટીપી સ્કીમો જેમાં ટીપી સ્કીમ નંબર ૧૪ ૧૭ ૧૮ અને ૩૧ હેઠળના રસ્તા ડેવલપ કરવા માટે બીજી વખતની ટેન્ડર પ્રક્રિયાને અંતે માતિનંદન કન્સ્ટ્રકશનને ૯.૪૮ કરોડમાં કામ આપવા દરખાસ્ત કરાઇ છે. આ કામ માટે કલાસિક કન્સ્ટ્રકશન સહિતની અન્ય એજન્સીઓના ટેન્ડર પણ આવ્યા હતા પરંતુ તેણે ખૂબ ઐંચા ભાવ ભર્યા હોય તે ગ્રાહ્ય રખાયા ન હતા.
અગાઉ મોટા મવા બ્રીજનું વાઈડનીંગ બેકબોન એજન્સી પાસે કરાવવામાં આવ્યા બાદ હવે મજબૂતીકરણનું કામ ૨૧.૧૧% ઓન સાથે ઇનોવેટિવ એન્ટરપ્રાઇઝને .૮૨.૭૧ લાખમાં આપવા દરખાસ્ત કરાઇ છે.
મોટા મવાના સ્મશાન બ્રિજ માટે બન્ને કામનું કલબ ટેન્ડર કરવાને બદલે સમયાંતરે અલગ અલગ ટેન્ડર કરાતા તર્ક વિતર્કેા થઇ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech