રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચએ આજે બપોરે બે કલાકમાં રૂ.૪૨ લાખનો મિલ્કતવેરો વસુલ્યો છતાં હજુ વાર્ષિક ૪૧૦ કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં ૩૨ કરોડનું છેટું રહ્યું છે. દરમિયાન આજે શહેરના મુખ્ય બજાર વિસ્તારો જેમાં સોની બજાર, પરાબજાર, યાજ્ઞિક રોડ સહિતની બજારોમાં રિકવરી ડ્રાઇવ હાથ ધરાઇ હતી જેમાં સોની બજારમાં બે યુનિટ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૫૬ લાખનો ચેક આપેલ, સોનીબજારમાં આવેલ વ્રજ મેન્શન કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં.૧૦૧ સીલ, સોની બજારમાં આવેલ સુવર્ણ કલા કોમ્પ્લેક્સમાં સેકન્ડ ફ્લોર ઉપરની શોપ નં.૨૧૩ સીલ સહિત કુલ પાંચ મિલકતો સીલ કરાઇ હતી.વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં જામનગર મેઇન રોડ પર આવેલ એક યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૯૦,૦૦૦, રૈયા રોડ ઉપર આવેલ એક યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૦,૭૯૪, વોર્ડ નં.૨માં રૈયા રોડ ઉપર આવેલ એક યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૩,૨૦૦, વોર્ડ નં.૩માં પરાબજારમાં એક યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૫૩,૫૦૦, વોર્ડ નં.૫માં માર્કેટીંગ યાર્ડ રોડ પર આવેલ એક યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૬૫૦૦, આર.ટી.ઓ. રિંગ રોડ પર આવેલ એક નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.૭૨,૦૦૦, કુવાડવા રોડ પર આવેલ એક નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.૩૦,૦૦૦ નો ચેક આપેલ, પેડક રોડ ઉપર આવેલ એક નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.૨૭,૫૦૦નો ચેક આપેલ, બ્રાહ્મણીયાપરામાં બે યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી ૧.૦૬ લાખ, વોર્ડ નં.૭માં પરાબજારમાં એક યુનિટ સીલ, યાજ્ઞિક રોડ ઉપર એક યુનિટ સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૮૧,૦૦૦, યાજ્ઞિક રોડ પર આવેલ અન્ય એક યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૦,૦૦૦, સોની બજારમાં બે યુનિટ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૫૬ લાખનો ચેક આપેલ, યાજ્ઞિક રોડ પર આવેલ એક યુનિટને સીલ, યાજ્ઞિક રોડ ઉપર આવેલ ધનરાજની કોમ્પ્લેક્ષમાં થર્ડ ફ્લોર ઉપર આવેલી ઓફિસ નં.૩૦૧ સીલ, સોની બજારમાં આવેલ વ્રજ મેનશનના ફર્સ્ટ ફ્લોર શોપ નં.૧૦૧ સીલ, સોનીબજારમાં આવેલ સુવર્ણ કલા કોમ્પ્લેક્સના સેકન્ડ ફ્લોર શોપ નં.૨૧૩ સીલ, વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર આવેલ એક યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૮.૧૦ લાખ, કૃષ્ણ નગર મેઇન રોડ ઉપર આવેલ એક યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૦૦૦૦,
કૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ એક યુનિટને સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૧૦ લાખ, મવડી મેઇન રોડ પર આવેલ એક યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૨૫.૬૮ લાખ, મવડી મેઇન રોડ પર આવેલ એક યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૬૫,૦૦૦, વોર્ડ નં.૧૪માં ઢેબર રોડ પર આવેલ ભાડલાવાલા પેટ્રોલ પંપને બાકીવેરો ચુકતે કરવા નોટીસની બજવણી,વોર્ડ નં.૧૫મા કોઠારીયા રિંગ રોડ ઉપર આવેલ એક યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૬૫,૦૯૦, વોર્ડ નં.૧૮માં કોઠારીયા રિંગ રોડ ઉપર આવેલ એક યુનિટને સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૦૨ લાખ, વિનોદ નગરમાં એક યુનિટને સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૭,૧૪૧, પટેલ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૬૨,૮૯૮, સ્વાતિ પાર્ક મેઇન રોડ પર આવેલ બે યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૨૪ લાખનો ચેક આપેલ, મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૭૪૫૦૦ સહિતની મિલકતવેરા વસુલાત કરાઇ હતી.ઉપરોક્ત કામગીરી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી, આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નિલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વોર્ડ લેવલ સ્ટાફ દ્વારા કરાઇ હતી.
૪૧૦ કરોડનો ટાર્ગેટ ૩૭૮ કરોડ વસુલ્યા
રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચને મિલ્કતવેરા પેટે તા.૧-૪-૨૦૨૪ થી આજે તા.૪-૩-૨૦૨૫ સુધીમાં કુલ રૂ.૩૭૮ કરોડની વસુલાત થઇ છે. હવે ૨૭ દિવસમાં ૩૨ કરોડની વસુલાત થાય તો જ ટાર્ગેટ પૂર્ણ થઇ શકે તેમ હોય આગામી તા.૩૧ માર્ચ સુધી શનિ-રવિ સહિત તમામ રજાના દિવસોમાં વેરા વસુલાતની સઘન કામગીરી ચાલુ રહેશે.
રીઢા બાકીદારોના નળ જોડાણ કાપવા આદેશ
રીઢા બાકીદારોના નળ કનેક્શન કપાત કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજે શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં મિલકત વેરાના ત્રણ બાકીદારોના નળ જોડાણ કપાત કરવામાં આવ્યા હતા. ઉનાળાનો આકરો તાપ શરૂ થતાની સાથે આ કીમિયો ભારે કારગત નીવડી રહ્યો છે નળ કનેક્શન કપાત કરાતાની સાથે બાકીદારો તુરંત પૂરેપૂરી બાકી વેરો ચૂકતે કરી આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેક ડોનાલ્ડસમાંથી ચિકન બર્ગર, બજારોમાંથી ચીઝ, પનીર, ખજૂર સહિતના ૮ સેમ્પલ લેવાયા
March 04, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech