મહાપાલિકા દ્વારા વધુ ૯ આસામીઓની મિલ્કત જપ્ત

  • November 09, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપતું કોર્પોરેશન: વેરો નહીં ભરો તો થશે મિલ્કત જપ્ત

જામનગર મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજના પુરી થયા બાદ તરત જ બીજા દિવસે મીલ્કત વેરો ન ભરનારાઓ સામે કડક કાર્યવાહીનો દંડો ઉગામવામાં આવ્યો છે, ગઇકાલે વધુ ૯ મિલ્કતો જપ્ત કરવામાં આવી છે જેમાં ત્રણ આસામીઓએ સ્થળ પર લગભગ કુલ એકાદ લાખ જેટલો વેરો ભરી દેતા તેમની મિલ્કત છોડી દેવામાં આવી છે.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને ડીએમસી ભાવેશ જાનીની સુચનાથી નાયબ કમિશ્નર (ટેકસ), જીગ્નેશ નિર્મલના માર્ગદર્શન હેઠળ મનહરભાઇ, પ્રવિણભાઇ અને કિશોરભાઇના ૨૩૯૦૦, નરેન્દ્ર વડગામા ૪૯૧૦૦, અ.ગફાર સુલેમાન (લકી બોકસ) ૫૦૦૦, સવજીભાઇ ૬૩૨૧૦, સાગરભાઇ ૩૨૩૦૦ની મીલ્કત જપ્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ભાનુશાળી ભરતકુમાર અને કમલેશભાઇ કે.નાખવાના ૨૩૩૪૯, સૂર્ય ડેવ. ભાગીદારી પેઢી યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા ૫૧૦૪૧૬, લીલાવંતીબેન કરશનભાઇ રાયઠઠ્ઠાના ૮૦૬૭૮ ન ભરતા મિલ્કત જપ્ત કરવામાં આવી હતી જયારે ગની ઇબ્રાહીમ (સ્ટાર પ્રોવીઝન)ના ૫૦૦૦, મસ્ત સાયકલ સર્વિસ ૨૮૪૦૩, શેખ ઇકબાલભાઇ ૫૦૦૦ એ વેરો ભરી દેતા તેમની મિલ્કત જપ્ત કરવામાં આવી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application