BREAKING NEWS

શાપર પાસે પારડી પુલ નજીક ટ્રકના તોતીંગ વ્હિલ ફરી વળતા આશાસ્પદ યુવાનનું મોત

  • April 01, 2026 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શાપર પાસે પારડી પુલ પર જીવલેણ અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રકના તોતિંગ વ્હીલ હેઠળ કચડાઇ જવાથી આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું. યારે બાઈક ચાલક પિતરાઈ ગંભીર રીતે ઘાયલ થતાં સારવારમાં ખસેડાયો હતો. ઘટનાસ્થળે દોડી ગયેલ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપર નજીક આવેલા પારડી ગામમાં શીતળા મંદીર પાસે રહેતાં વિરમભાઈ વશરામભાઈ બાંભવા (ઉ.વ.૩૧) કુટુંબિક કાકાના દીકરા મેહત્પલભાઈ રામભાઈ બાંભવા સાથે ગઈકાલે બપોરે ૧૧ વાગ્યે બાઈક ન.ં જીજે ૧૧ સીકે ૫૬૮૨ લઈને ઘરેથી રાજકોટ એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ ફોન ખરીદવા માટે ગયો હતો અને મોબાઈલ ફોનની ખરીદી કરી રાજકોટથી પરત ઘેર આવવા માટે બપોરના ૧૨:૩૦ વાગ્યાના વખતે રવાના થયેલ બાઈક વિરમભાઓ ચલાવતો હતો. પાછળના ભાગે કાકાના દિકરા મેહત્પલભાઈ બેઠા હતા. બાઈક ચલાવીને રાજકોટ નેશનલ હાઈવેથી રોડ ઉપર પારડી ગામનો પુલ ચડતા હતા. દરમિયાન બપોરના એકાદ વાગ્યા વખતે આગળ એક ટ્રક જતો હોય તેને ઓવરટેક બસ ચાલકે કરતા બંને યુવાનો ટ્રકની કન્લીનર સાઈડમાં બાઈક ચલાવી જતા હોય તેથી ટ્રક ચાલકે તેમની બાજુ ટ્રક દબાવતા બાઇકની હેન્ડલ ટ્રક સાથે ભટકાતા બંને બાઈક ઉપરથી નીચે પડી ગયા હતાં.
બાઈકમાં બેસેલ કાકાના દીકરા મેહત્પલભાઈ નીચે પડી જતા ટ્રકના પાછળના વ્હિલમાં આવી ગયેલ જેમાં તેમને પેટ તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. તેમજ બાઈક ચાલક વિરમભાઈએને પણ હાથે, માથાના પાછળના ભાગે તેમજ પગે ગોઠણમાં ઇજાઓ થયેલ હતી. ત્યારબાદ આ જગ્યાએ માણસો ભેગા થઈ ગયેલા અને ટ્રક ચાલક નાસી છૂટો હતો. દરમિયાન અજાણ્યા કાર ચાલકે ઇજાગ્રસ્તને ગાડીમાં બેસાડી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતાં. યારે ગંભીર રીતે ઘવાયેલ મેહત્પલભાઈને શાપર સરકારી દવાખાનામાં સારવારમાં લઈ ગયેલ યાં તેમને તબીબોએ તપાસી મૃત જાહેર કરેલ હતાં. બનાવ અંગે જાણ થતાં શાપર પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત વિરમભાઈની ફરીયાદ પરથી અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News