લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે રોટરી ક્લબ ઓફ જુહુ બીચ, મુંબઈનો કાર્યક્રમ યોજાયો

  • September 02, 2024 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્રામવિદ્યાપીઠ લોકભારતી સણોસરા માં ધ રોટરી ક્લબ ઓફ જુહુ બીચ, મુંબઈ ના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન નિરવભાઈ દવે,અંકુર વિદ્યાલય પાલીતાણા અને વિવેકાનંદ કોલેજ પાલીતાણાના ટ્રસ્ટી   હાજર રહી અને બાલિકાઓને મોટીવેશન આપ્યું હતું. બાલિકાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્ત્રીશક્તિકરણ અને વિકાસ ની ભૂમિકામાં શું ફાળો થઈ શકે એ બાબતોનું ચર્ચા થઈ. આવનારા સાંપ્રત સમયની અંદર બહેનોની શું ભૂમિકા રહેશે એ બાબતે ગહનપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.
આ સમગ્ર પ્રોજેક્ટ ધ રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈ ના સહયોગથી પાલીતાણા તાલુકાની ૧૭ શાળાઓની ૨૪૦૦ દીકરીઓને છ મહિના ના સેનેટરી નેપકીન પેડ ફ્રી આપવામાં આવ્યા છે. આ સમગ્ર ખર્ચના દાતાશ્રી અમેરિકાસ્થિત નરેન્દ્રભાઈ દોશી તથા નીલોનીબેન દોશી તથા યામીની રાજીવભાઈ દોશી છે. જેવો અમેરિકામાં રહેતા હોવા છતાં સતત ચાર વર્ષથી પાલીતાણા અને બીજા તાલુકાની શાળાઓની બાલિકાઓની સ્વાસ્થ્ય અને ચિંતા કરી રહ્યા છે.  અને સમગ્ર સંકલન ધ રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈ ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર  ડો. મોનાબેન અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. જેઓએ બાળ અને સ્ત્રી સ્વાસ્થ્ય માટે એકાંશ નામનું એક પુસ્તક લખ્યું છે એ પુસ્તકની પ્રસ્તાવના આ માનનિય ધર્મિષ્ઠાબેન દવે લખી છે.
આ કાર્યક્રમમાં સંસ્થાનાં કાંતિભાઈ ગોઠી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમના પ્રાધ્યાપક સંજયભાઈ કાત્રોડીયા પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું કોઓર્ડીનેટર શાંતિલાલ પંડ્યા અને ઘનશ્યામભાઈ ચભાડિયાએ કર્યું હતું.ગ્રામવિદ્યાપીઠ સણોસરાનો તમામ સંસ્થા પરિવાર આ સંસ્થાનો અને દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે.સાથે બીજી તમામ શાળાઓએ તેમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application