યૌનશોષણ મામલે કુંડલિયા કોલેજના પ્રોફેસર જયોતિન્દ્ર જાની સસ્પેન્ડ

  • September 25, 2023 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૌધરી હાઈસ્કૂલ નજીક આવેલી એમ જે કુંડલીયા કોલેજના પ્રોફેસર યોતીન્દ્ર જાનીને યૌન શોષણના મામલે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કોલેજ સંચાલકોની ટ્રસ્ટી મંડળની આજે મળેલી બેઠકમાં લેવાયો છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ બે દિવસ અગાઉ કોલેજના સંચાલકોને બ બોલાવી પ્રોફેસર યોતિન્દ્ર જાની સામેના કેસની વિગતો અને આધાર પુરાવાઓ રજૂ કરી તેની સામે સાત દિવસમાં પગલાં લેવા માટે સૂચના આપી હતી. યુનિવર્સિટીની આ સૂચના મુજબ આજે કોલેજના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી અને તેમાં યોતીન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

દરમિયાનમાં આજે પણ એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કોલેજે આવી પહોંચ્યા હતા અને ટ્રસ્ટી મંડળની મીટીંગ શ થાય તે પહેલા રામધૂન સૂત્રોચાર શ કરી દીધા હતા.
એમ. જે. કુંડલીયા કોલેજના પ્રોફેસર યોતીન્દ્ર જાનીએ એક વિધાર્થીનીનું યૌનશોષણ કયુ હોવાનું જણાતા તપાસ સમિતિની રચના કરાઈ હતી. યુજીસીની ગાઇડલાઇનમુજબ વિધાર્થી પ્રતિનિધિઓ, આગેવાનો, મહિલા પ્રોફેસર સહિતનાઓની કમિટીએ ઇન્કવાયરી કરીને યુનિવર્સિટીને પુરાવા સાથેનો રિપોર્ટ રજૂ કર્યેા હતો. આ રિપોર્ટના આધારે પ્રોફેસર યોતીન્દ્ર જાની સામે તાત્કાલિક સાત દિવસમાં કાર્યવાહી કરવાની સૂચના કોલેજના સંચાલકોને અપાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ યૌન શોષણના સમગ્ર પ્રકરણમાં યોતીન્દ્ર જાનીએ પોતાની ગાઈડશીપ નીચે પીએચડીનો અભ્યાસ કરતી વિધાર્થીનીને નોકરી અપાવવા સહિતનાપ્રલોભન આપ્યા હતા. આમ છતાં વિધાર્થીને તેને તાબે ન થતાં મોબાઈલમાં વોટસએપ મેસેજ મોકલવાનું ચાલુ કયુ હતું.અનિચ્છા હોવા છતાં વિધાર્થીનીને વારંવાર સ્પર્શ કરવામાં આવતો હતો અને અણછાજતા વર્તન કર્યાની ફરિયાદો થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application