ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે બેડીબંદર રોડ પર દરગાહ તરફ જવાનો રસ્તો બંધ કરતું જાહેરનામુ

  • July 13, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.12 જુલાઇથી 11 ઓકટોબર સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ રહેશે


જામનગર શહેરમાં બેડીબંદર રીંગરોડ ઉપર ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોય મ્યુ.કમિશ્નરે તા.11 ઓકટોબર સુધી બેડીબંદર રોડ પર દરગાહ તરફ જવાનો બંધ રાખવા જાહેરનામુ બહાર પાડયું છે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું છે.


જામનગર મહાનગરપાલિકા તથા ચેરમેન, જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ આથી ધ બી.પી.એમ.સી. એક્ટ 1949 ની કલમ -236 ની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૃએ જાહેર જનતાને આથી જાહેર નોટિસથી જાણ કરું છું કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં બેડી બંદર રીંગ રોડ પર જાડાના રોડ જંકશન થી જાડાના 18 મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહ સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઇન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.12/07/2024 થી તા.11/10/2024 સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવાનો હુકમ ફરમાવું છું. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ 1949 કલમ-392 અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.


(1) બેડી બંદર રીંગ રોડ પર જાડાના રોડ જેકશન થી જાડાના 18 મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જાડાના 18 મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહની સામે જય બજરંગ રોડ લાઈન્સ વાળી ગલી થી પુષ્પક પાર્ક-3 થઇ તિરુપતિ પાર્ક-2ની શેરીનં.-9એ થઇ તિરુપતિ સોસાયટી મેઈન રોડ થઇ નીલકંઠ પાર્ક મેઈન રોડ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે.

(2) બેડી બંદર રીંગ રોડ પર જાડાના રોડ જંકશન થી જાડાના 18 મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જાડાના 18 મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહની સામે આવેલ પુષ્પક પાર્ક-3ની આંતરિક શેરીઓ થઇ હમ્પી-ડમ્પી સ્કૂલ થઇ યોગેશ્વર ધામ સોસાયટી થઇ નીલકંઠ પાર્ક મેઈન રોડ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application