જામનગર શહેર, જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા ભવ્ય આયોજન થયું
જામનગર જિલ્લા ભરવાડ સમાજના સાથ અને સહકારથી, જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠન દ્વારા અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ રવિવારે જામનગરમાં મચ્છુ માતાજીની શોભાયાત્રા સાથે શરૂ થયો હતો, જેનાથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો.
આ શોભાયાત્રાનું પ્રસ્થાન કડિયાવાડમાં મુળા બાપાની જગ્યા ખાતેથી થયું હતું. આ શોભાયાત્રા ટાઉન હોલથી પસાર થઈ, પંચેશ્વર ટાવર પર શ્રી મચ્છુ માતાજીના મંદિર પર પહોંચી હતી. ત્યાં મચ્છુ માતાજીના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સૌ ઉપસ્થિત વ્યક્તિઓએ ધ્વજાને નમન કર્યું હતું.
જેના વિશેષ આકર્ષણ આ શોભાયાત્રામાં આ વર્ષે એક વિશેષ આકર્ષણ તરીકે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી શિક્ષણના મેસેજ સાથે ભવ્ય રથ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રથ પર ભરવાડ સમાજની ધોરણ 10 અને 12 માં ટોપ 3 ટકાવારી ધરાવતી દીકરીઓને સ્થાન અપાયું હતું. આ યાત્રા દ્વારા, સમાજમાં સ્ત્રીના શિક્ષણ અને હક્કો વિશે જાગૃતિ લાવવાનો મહાન પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ યાત્રામાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકાના ભાજપના મંત્રી અને ભરવાડ સમાજનું ગૌરવ એવા રાજુભાઈ સરસિયા તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ અને ડીસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવાયો હતો. જામનગર ભરવાડ સમાજના આગેવાનો અને સાધુ-સંતો, યુવાઓ તથા મહાનુભાવો દ્વારા, ટોપ થ્રીમાં આવેલી દીકરીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને, બહેનોએ પરંપરાગત હુડા રાસ નૃત્યની પ્રસ્તુતિ કરી, સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ નૃત્ય દ્વારા સમાજની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં આવી હતી. આ મહોત્સવ દ્વારા, ભરવાડ સમાજમાં શિક્ષણનું મહત્વ અને સ્ત્રી સન્માનને લઈને મજબૂત મેસેજ આપવામાં આવ્યો. આ ઉત્સવ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બન્યો હતો. આ શોભાયાત્રામાં સહભાગી થવા બદલ દરેક સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech