આ લોકસભાની ચૂંટણીમાં કેટલીક સીટ ખૂબ જ મહત્વની રહી હતી. ભાજપના સ્ટાર કહી શકાય એવા નેતાઓ જે બેઠક પરથી લડી રહ્યા છે એવી કેટલીક બેઠકો પર લોકો અને નેતાઓ મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. જેમાં દરેકની નજર ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર છે. આ સીટ પર ભાજપની સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કિશોરી લાલ શર્મા વચ્ચે મુકાબલો છે. જ્યારે બસપા તરફથી નન્હે સિંહ ચૌહાણ મેદાનમાં છે.
અત્યાર સુધીની મતગણતરીમાં કોંગ્રેસના કિશોરી લાલ આગળ ચાલી રહ્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને પાછળ છોડી દીધા છે. તેઓ 82,579 મતોથી આગળ છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કિશોરી લાલને અભિનંદન પાઠવ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કિશોરી લાલને અભિનંદન પાઠવ્યા
કિશોરી લાલને અભિનંદન આપતાં પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે કિશોરી ભૈયા, મને પહેલેથી જ વિશ્વાસ હતો કે તમે જીતશો. તમને અને અમેઠીના મારા વ્હાલા ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન!
કેએલ શર્મા ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે.
અમેઠીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા 20 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ગાંધી પરિવારમાંથી કોઈ અહીંથી ચૂંટણી લડી રહ્યું નથી. અગાઉ એવી ચર્ચા હતી કે ફરી એકવાર અહીંથી રાહુલ ગાંધીને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. પરંતુ બાદમાં કોંગ્રેસે સૌને ચોંકાવી દીધા અને કિશોરી લાલ શર્માના નામની જાહેરાત કરી. આ વખતે અમેઠીથી 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
અહીં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર અમેઠીમાં કુલ 54.34 ટકા મતદાન થયું હતું. જો વિધાનસભા અનુસાર મતદાનની વાત કરીએ તો ગૌરીગંજમાં 55.34 ટકા, અમેઠીમાં 51.43 ટકા, તિલોઈમાં 56.52 ટકા, જગદીશપુરમાં 53.51 ટકા અને સલોનમાં 54.85 ટકા મતદાન થયું હતું. 2019માં સ્મૃતિ ઈરાનીએ અહીંથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા. 2014માં પણ તેમને રાહુલ ગાંધી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકર્નલ સોફિયા કુરેશી પર શિખર ધવનની પોસ્ટ વાયરલ
May 15, 2025 12:49 PMઅરમાન મલિકને જોઈએ છે હથિયારનું લાઇસન્સ, કહ્યું- મને ધમકીઓ મળી રહી છે, મારા જીવને જોખમ છે
May 15, 2025 12:40 PMજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMકર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR
May 15, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech